કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોવિડ 19ની મહામારીને ધ્યાનમાં રાખતા જેઈઈ અને નીટની પરીક્ષાનો સ્થગિત કરવાની અપીલ કરી છે. આ સંબંધમાં તેમણે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીને પત્ર લખ્યો છે. આ પહેલા રાહુલ ગાંધી સહિત ઘણા નેતાઓએ પરીક્ષા મોકૂફ રાખવાની અપીલ કરી ચૂક્યા છે.


જેઈઈ પરીક્ષા દેશની પ્રમુખ એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ માટે આયોજિત કરવામાં આવે છે જ્યારે નીટનું આયોજન મેડિકલમાં સ્નાતક પાઠ્યક્રમો માટે કરવામાં આવે છે.

મમતા બેનર્જીએ સોમવારે ટ્વિટ કરતા કહ્યું કે તેમણે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીની મુખ્યમંત્રીઓ સાથે થયેલી ગત વીડિયો કોન્ફરન્સમાં ખુલીને આ મુદ્દા પર પોતાની વાત રાખી હતી.



તેમણે ટ્વિટ કર્યું, આદરણીય પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી જી સાથે થયેલી અમારી ગત વીડિયો કોન્ફરન્સમાં મે સપ્ટેમ્બરના અંત સુધી વિશ્વવિદ્યાલયો, કોલેજોમાં અનિવાર્ય રૂપથી પરીક્ષાના આયોજન કરવા સંબંધી યૂજીસીના દિશા નિર્દેશો પર ખુલીને પોતાની વાત રાખી હતી. આ પરીક્ષાનો કારણે વિદ્યાર્થીઓનો જીવ ખતરામાં પડવાની વધુ સંભાવના છે.

મમતા બેનર્જીએ સરકાર પાસે આ ખતરાનું આકલન કરવા અને પરિસ્થિતિ ન સુધરે ત્યાં સુધી પરીક્ષાઓ સ્થગિત કરવાની અપીલ કરી છે.