નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક દિવસોથી સોશ્યલ મીડિયા પર એક ખબર વાયરલ થઇ રહી છે કે PM Kanya Ashirwad Yojana અંતર્ગત છોકરીઓને 2000 રૂપિયાની રોકડ રકમ આપવામાં આવી રહી  છે. આની સાથે જ અનેક પ્રકારની સહાયતા અને સુવિધાઓ પ્રાપ્ત પણ કરી શકાય છે. અહીં અમે તમને બતાવી રહ્યા છીએ કે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કન્યા આશિર્વાદ યોજના અંતર્ગત સહાયતા રકમ તરીકે 2000 રૂપિયા આપવાની વાત કહેવામાં આવી હોય તેના માટે ઓનલાઇન અરજી ઉપલબ્ધ નથી. 


કેન્દ્રની મોદી સરકારે દેશમાં છોકરીઓને પ્રધાનમંત્રી કન્યા આશિર્વાદ યોજના તરીકે 2000 રૂપિયા આર્થિક સહાયતા આપવાની વાત કહી હતી. આ રકમ સીધી બેન્ક ખાતમાં ટ્રાન્સફર કરવામા આવશે, પરંતુ આ યોજના વિશેની માહિતી ખોટી છે. અને આના માટે કોઇ ઓનલાઇન કે ઓફલાઇન અરજી કરવાની પ્રક્રિયા ઉપલબ્ધ નથી. આ એક ભ્રામક માહિતી છે, જેને સોશ્યલ મીડિયા દ્વારા ખોટી રીતે ફેલાવવામાં આવી રહી છે. આ અંગેની માહિતી તદ્દન ખોટી છે. 




ફેક્ટ ચેક-:- પ્રધાનમંત્રી કન્યા આશિર્વાદ યોજનાને લઇને બતાવવામાં આવી રહેલી તમામ પ્રકારની જાણકારી એકદમ ખોટી અને ભ્રામક છે, આ પ્રકારની કોઇ યોજના હજુ સુધી કેન્દ્ર સરકાર દ્વારા કે અન્ય કોઇપણ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં નથી આવી. કેટલાક લોકો આવી અફવાઓ ખોટી રીતે ફેલાવી રહ્યા છે. આવી કોઇપણ જાણકારી પર કોઇએ વિશ્વાસ ના કરવો જોઇે.