Election Results 2021: પશ્ચિમ બંગાળની ચૂંટણીના પરિણામ મુદ્દે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે પહેલી પ્રતિક્રિયા આપી છે. આ ચૂંટણીમાં પ્રશાંત કિશોર ટીએમસી સાથે કામ કરી રહ્યાં છે. તેમણે ટીએમસીની જીત થતાં ખુશી વ્યક્ત કરતા સંન્યાસ લેવાની કરી વાત.
પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણીમાં ટીએમસીની જીત થતાં ચૂંટણી રણનિતિકાર પ્રશાંત કિશોરે પહેલી પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, તેમણે સંન્યાસ અંગે જાહેરાત કરતા એક ન્યુઝ ચેનલ સમક્ષ કહ્યું કે, ‘હવે તે ચૂંટણી રણનીતિકાર તરીકે કોઇપણ પક્ષ સાથે કામ નહીં કરે’
પ્રશાંત કિશોરે કહ્યું કે, “બીજેપીને ધર્મનો ઉપયોગ કરવાથી માંડીને મતદાનના કાર્યક્રમ અને ઢીલ આપવા સુધી ચૂંટણી પંચે પણ ભાજપની સહાયતા માટે બઘી જ અનુકૂળતા કરી આપી હતી’
પ્રશાંત કિશોરે ચૂંટણી કેમ્પેઇન દરમિયાન દાવો કર્યો હતો કે, ભાજપ આ ચૂંટણીમાં બહુમત નહીં મેળવી શકે તો બીજી તરફ બીજેપીએ 200 પ્લસનો નારો આપ્યો હતો.
પશ્ચિમ બંગાળ ચૂંટણીના પરિણામ આવ્યા પહેલા પ્રશાંત કિશોરે દાવો કર્યો હતો કે, જો ભાજપ 100થી વધુ સીટ જીતશે તો તે પોતાનું કામ છોડી દેશે. તો બીજી તરફ બીજેપીએ 200 પ્લસનો નારો આપ્યો હતો. પ્રશાંત કિશોરે કહ્યું હતુ કે, પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં બીજેપી માત્ર બે આંકડામાં જ સીટો લાવી શકશે. અને આખરે થયું પણ એવું જ ચૂંટણી રણનિતીકાર પ્રશાંત કિશોરનો દાવો સાચો પડ્યો. ભાજપ 81 સીટો પર જીત મેળવી ચૂકી છે. પ્રશાંત કિશોરે જીત ટીએમસી જીત બાદ પહેલી પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, તેમનો દાવો સાચો સાબિત થયા હોવા છતાં પણ તે હવે વધુ આ ક્ષેત્રમાં કામ કરવા નથી માંગતા. તેમણે સન્યાસની જાહેરાત કરતા કહ્યું કે, હું આ ક્ષેત્રમાં આવવા જ ન હતો માંગતો પરંતુ આવી ગયો અને જે કરવાનું હતું કરી દીધું, હવે હું વધુ આ ફિલ્ડમાં આગળ કામ કરવા નથી માંગતો’ આ ચૂંટણીના પરિણામ સાથે ચૂંટણી રણનિતીકાર પ્રશાંત કિશોરે જાહેરાત કરી કે, તે હવે ઇલેક્શન મેનેજમેન્ટ અને IPAC છોડી રહ્યા છે