Corona vaccine: કોરોનાની મહામારી વચ્ચે દેશમાં હાલ 18 વર્ષની મોટી ઉંમરનાનું વેક્સિનેશન શરૂ થઇ ગયું છે. હાલ દેશમાં કોવિશીલ્ડ અને કોવેક્સિન લગાવવામાં આવી રહી છે. લોકો હજું પણ વેક્સિનની અસરકારકતા, તેના સાઇડ ઇફેક્ટને લઇને થોડી મુંઝવણમાં છે તો આજે તેની ખાસિયત અને  સાઇડઇફ્રેક્ટ શું છે..


કોવેક્સિનના સાઇડ ઇફેક્ટ


કોવેક્સિન અને કોવિશીલ્ડ બંને રિએક્ટોજૈનિક સાઇફ ઇફેક્ટ સાથે  આવે છે. તેમાં ઇંજેકશનની જગ્યાએ દુખાવો, ઠંડી લાગવી, ધ્રજારી આવવી, ચક્કર આવવા,ચક્કર આવવા, પેટમાં ગરબડ જેવી સાઇડ ઇફેક્ટ જોવા મળે છે.


કોવિશીલ્ડના સાઇડ ઇફેક્ટ


કોવીશીલ્ડ પણ એક અસરકારક વેક્સિન છે. જો કે તેની સાઇડ ઇફેક્ટને લઇને કેટલાક સવાલ ઉભા થયા હતા. કોવિશીલ્ડમાં બ્વડ બ્લોટિંગની સમસ્યા થતી હતી. આ સિવાય ન્યૂરોલોજિકલ સાથે જોડાયેલી સમસ્યાનો પણ સામનો કરવો પડ્યો હતો.


કોવેક્સિનના ફાયદા


દુનિયાભરના એક્સપર્ટ કોવેક્સિનની કાર્યક્ષમતાની પ્રશંસા કરી રહ્યાં છે. વ્હાઇટ હાઉસના મેડિકલ એડવાઇઝલ એંથોની ફાઉચીએ ખુદ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, ‘કોવેક્સિન B.1.617 વેરિયન્ટ એટલે કે ભારતના ડબલ મ્યૂટન્ટ વેરિઅન્ટને બેઅસર કરવામાં કારગર છે’ બંને વેક્સિનની ખૂબી એકબીજાથી અલગ છે. ક્લિનિકલ સ્ટડી મુજબ કોવેક્સિન ઘાતક ઇંન્ફેકશન અને મૃત્યુદરના જોખમને  100 ટકા ઓછું કરે છે.


કોવિશીલ્ડના ફાયદા


ઓક્સફોર્ડ એસ્ટ્રેજેનેકા દ્વારા ડેવલપ કોવીશીલ્ડનો ભારત સિવાય અન્ય દેશોમાં પણ ઉપયોગ થઇ રહ્યો છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે, આ વેક્સિન કોરોના સામે એન્ટીબોડી જનરેટ કરવાનું કામ કરે છે. જો કે આ બંને વેક્સિનની ખૂબી એકબીજાથી અલગ છે. ક્લિનિકલ સ્ટડી મુજબ કોવેક્સિન ઘાતક ઇંન્ફેકશન અને મૃત્યુદરના જોખમને  100 ટકા ઓછું કરે છે. આ વેક્સિન સિમ્પટોમેટિક ઇન્ફેકશનમાં રાહત આપે છે. તેમજ ઝડપથી રિકવર પણ કરે છે. તેની એફેકેસી 70 ટકા છે. બંને ડોઝ લીધા બાદ તેને 90 ટકા સુધી વધારી શકાય છે.