Election Results 2021: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનર્જીની પાર્ટી ટીએમસી જીતની હેટ્રિક લગાવતી જોવા મળે છે. ટીએમસી 2016 વિધાનસભા મેળવેલી જીત તરફ આગળ વધે છે. સાંજે ચાર વાગ્યા સુધીના વલણ મુજબ, ટીએમસી 209 બેઠકો પર આગળ છે, જ્યારે ભાજપ 80 બેઠકો પર આગળ છે. 2016ની ચૂંટણીમાં ટીએમસીએ 211 બેઠકો પર જીત મેળવી હતી. કૉંગ્રેસ-લેફ્ટ ગઠબંધનને માત્ર બે બેઠકો મળી રહી છે.


આ ચૂંટણીના પરિણામ પર ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે પ્રતિક્રિયા આપી છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ મુજબ, ટીએમસીના ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે એક ટીવી ચેનલ સાથે વાત કરતા કહ્યું કે તેઓ ચૂંટણી રણનીતિકાર તરીકે હવે આગળ જતા કોઈ પક્ષ માટે કામ નહી કરે.


પ્રશાંત કિશોરે કહ્યું, ભાજપને ધર્મનો ઉપયોગ કરવા દેવાથી લઈ મતદાન કાર્યક્રમો અને નિયમોમાં ઢિલાશ આપવા સુધી, ચૂંટણી પંચે ભાજપને સહાયતા કરવા માટે બુધ જ કર્યું છે.


ઉલ્લેખનીય છે કે પ્રશાંત કિશોરએ ચૂંટણી કેમ્પેઈન દરમિયાન દાવો કર્યો હતો, કે ભાજપ આ ચૂંટણીમાં ડબલ ડિજિટના આંકડામાં જ રહેશે. જ્યારે ભાજપને 200 પ્લસનો નારો આપ્યો હતો.