પ્રશાંત કિશોરે લખ્યું તેઓ આખા દેશમાં એનઆરસી લાગૂ કરવા પર તેના વિરોધને લઇને પોતાના વલણ પર કાયમ છે. તેમણે ટ્વિટ કર્યું, દેશભરમાં એનઆરસીનો વિચાર નાગરિકતાની નોટબંધી બરાબર છે. જ્યાં સુધી તમે તેને સાબિત નથી કરતા ત્યાં સુધી તમે અમાન્ય છો. અમે અમારા અનુભવથી જાણીએ છીએ કે ગરીબ અને હાંશિયામાં ધકેલાઇ ગયેલા લોકો તેનાથી સૌથી વધારે પ્રભાવિત થાય છે.
પ્રશાંત કિશોરે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારની મુલાકાત લીધી હતી. આ મુલાકાત બાદ મીડિયા સાથેની વાતચીતમાં કિશોરે કહ્યું હતું કે નીતીશ દેશભરમાં એનઆરસીના મામલામાં વિરોધના પોતાના જુના સ્ટેન્ડ પર કાયમ છે. તેઓએ કહ્યું કે, મુખ્યમંત્રીને લાગે છે કે એનઆરસી અને નાગરિકતા સંશોધન બિલ એક સાથે ખતરનાક છે.
પ્રશાંત કિશોર અને મુખ્યમંત્રી નીતીશ કુમારની મુલાકાતને લઇને અટકળો લગાવાઇ રહી હતી કે પ્રશાંત કિશોર મુખ્યમંત્રીને મળીને પાર્ટી ઉપાધ્યક્ષના પદેથી રાજીનામુ આપી દેશે. જોકે બાદમાં સામે આવ્યું કે નીતીશ કુમારે પ્રશાંત કિશોરનું રાજીનામુ ફગાવી દીધું છે. પ્રશાંત કિશોરે ત્રણ વખત રાજીનામાનો પ્રસ્તાવ મુક્યો હતો પરંતુ નીતિશ કુમારે તેમનું રાજીનામુ ફગાવી દિધુ હતું.