નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાયદાને સમર્થન આપવા મામલે પોતાની પાર્ટી જનતા દળ યુનાઇટેડથી અલગ વલણ અપનાવતા પ્રશાંત કિશોર આજે સાંજે મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે મુલાકાત કરશે. આ વચ્ચે પ્રશાંત કિશોર દિલ્હીમાં આમ આદમી પાર્ટી માટે કામ કરશે. ચૂંટણી રણનીતિકારના નામથી જાણીતા પ્રશાંત કિશોર હવે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ માટે રણનીતિ બનાવશે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે ટ્વિટ કરી આ જાણકારી આપી હતી.


નોંધનીય છે કે I-PAC પ્રશાંત કિશોરની એજન્સી છે. આ એજન્સી રાજકીય  પાર્ટીઓ માટે ચૂંટણી પ્રચાર કરે છે. આગામી કેટલાક દિવસોમાં દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે અને પ્રશાંત કિશોર આમ આદમી પાર્ટી માટે પ્રચાર કરશે. નોંધનીય છે કે પ્રશાંત કિશોરે 2014માં નરેન્દ્ર મોદી માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો.