નવી દિલ્હી: દેશમાં સતત વધી રહેલી રેપની ઘટનાને લઈને મહિલા સુરક્ષા અંગે સવાલ ઉઠી રહ્યાં છે. ત્યારે મહિલા સુરક્ષાને લઈને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મોટું નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું કે મહિલા સુરક્ષા એક ગંભીર મુદ્દો છે. પૉક્સો એક્ટ હેઠળ દુષ્કર્મના આરોપીઓને દયા અરજી કરવાનો અધિકાર મળવો જોઈએ નહીં. આ મામલે કાયદામાં સંસોધન વિશે સંસદે વિચાર કરવો જોઈએ. રાષ્ટ્રપતિ કોવિંદે રાજસ્થાનના સિરોહી ખાતે એક કાર્યક્રમમાં આ વાત કહી હતી.


ઉલ્લેખનીય છે કે તેલંગણાની રાજધાની હૈદરાબાદમાં 27 નવેમ્બરે એક મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મ કરનાર ચાર આરોપીઓને પોલીસે અથડામણમાં ઠાર માર્યા છે. પોલીસ આરોપીને ક્રાઇમ સીન રીક્રન્સ્ટકશન કરવા માટે લઇ ગઇ હતી. જ્યાંથી તેઓ હથિયાર લઇને ભાગવાનો પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે પોલીસે આત્મરક્ષા માટે ફાયરિંગ કર્યું હતું. જેમાં આરોપીઓના મોત થયા હતા.

સરેન્ડર માટે તૈયાર નહોતા આરોપી, જવાબી ફાયરિંગમાં ઠાર મરાયાઃ તેલંગણા પોલીસ

હૈદરાબાદ ગેંગરેપ: જે જગ્યાએ દુષ્કર્મ આચર્યું હતું એ જગ્યાએ ચારેય આરોપીઓનું પોલીસે એન્કાઉન્ટર કર્યું