રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ફેસબુક લાઇવ પર લોકોના સવાલોના જવાબ આપશે
abpasmita.in | 24 Jul 2016 12:03 PM (IST)
નવી દિલ્લીઃ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબૂક પર કાલે લોકોના સવાલોના જવાબ આપશે રાષ્ટ્રપતિ ભવનમાંથી કરવામાં આવેલી જાહેરાત મુજબ રાષ્ટ્રપતિ તરીકે ચાર વર્ષ પુરા થયાની પૂર્વ સંધ્યાએ મુખર્જી ફેસબૂક લાઇવ પર લોકોના સવાલોના જવાબ આપશે. પ્રશ્નોત્તરનો આ કાર્યક્રમ સાંજે 7:30 વાગ્યે રાખવામાં આવ્યો છે. જેનો વિષય છે 'પીછે છોડતે મીલ કે પત્થર' પ્રણવ મુખર્જીએ રાષ્ટ્રપતિ તરીકે ચાર વર્ષ પુરા કર્યા છે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિના પ્રેસ સચિવ વેણુ રાજામણી પણ ભાગ લેશે. રાષ્ટ્રપતિ ભવનના ફેસબૂક પેજ પર લોકો પોતાના સવાલ મોકલી શકે છે.