નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીર પુન:ગઠન બિલ-2019ને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંજૂરી આપી છે. આ પહેલા આ બિલને રાજ્યસભા અને લોકસભામાં પાસ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ હવે જમ્મુ-કાશ્મીર બે ભાગમાં વહેંચાઇ ગયું છે. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ બે નવા કેન્દ્રશાસિત પ્રદેશ બની ગયા છે.


ઉલ્લખનીય છે કે, મોદી સરકારના બીજા કાર્યકાળના પ્રથમ સત્રમાં સંસદનાં બન્ને ગૃહમાં આ સંબંધિત બિલ પસાર કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત જમ્મુ-કાશ્મીર રાજ્યનાં બે ભાગમાં વહેંચી દેવામાં આવ્યું છે. જમ્મુ-કાશ્મીરને વિધાનસભાની સાથે કેન્દ્ર શાસિત પ્રદેશ અને લદ્દાખમાં વિધાનસભા વગર કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યું છે.


વિપક્ષી પાર્ટીઓએ ભારે વિરોધની વચ્ચે મંગળવારે લાંબી ચર્ચા આ બિલને સંસદમાં પસાર કરવામાં આવ્યું હતું. તેનાં એક દિવસ પહેલા જ આ બિલને રાજ્યસભામાં પાસ કરવામાં આવ્યું હતું. નરેન્દ્ર મોદી સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 સમાપ્ત કરીને ઐતિહાસિક પગલું ભર્યુ છે.