શર્મિષ્ઠા મુખર્જીએ ટ્વીટ કરી કહ્યું કે, “પ્રવણ મુખર્જીએ આખું જીવન દેશની સેવા કૉંગ્રેસી તરીકે (રાષ્ટ્રપતિનો કાર્યકાળ છોડીને) કરી છે. ત્યારે તમે જ્યારે તેમના યોગદાનની પ્રશંસા કરી રહ્યાં છો, તો તમે ભૂલથી પણ ખરું, કૉંગ્રેસના યોગદાનને પણ સ્વીકાર કરો છો. તે સ્વીકાર કરવા બદલ ધન્યવાદ.”
ઉલ્લેખનીય છે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંગે ગુરુવારે દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેના બાદે શુભેચ્છા પાઠવતા પીએમ મોદીએ ટ્વિટ કર્યું કે, “ભારતને વધુ વિકસિત બનાવવા માટે કોઈ કસર નહીં છોડવા બદલ તમારો આભાર... આપને ભારત રત્નથી સન્માનિત થતાં જોવું સન્માનની વાત છે. તમે દેશ માટે જે પણ કર્યું છે, તેના માટે આ ઉચિત સન્માન છે.”