Presidential Election 2022: NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે દ્રૌપદી મુર્મૂએ નામાંકન દાખલ કરી દીધુ છે, દ્રૌપદી મુર્મૂ એનડીએ તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી દીધી છે. આ પહેલા દ્રૌપદી મુર્મૂએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી, અને આ દરમિયાન પીએમ મોદી દ્રૌપદી મુર્મૂના પ્રસ્તાવક બન્યા હતા. 


રાષ્ટ્રપતિ ચૂંટણી માટે એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ પોતાનુ નામાંકન દાખલ કરી દીધુ છે. દ્રૌપદી મુર્મૂ સંસદ ભવનમાં રાજ્યસભાના સેક્રેટરી જનરલની ઓફિસમાં નામાંકન ભર્યુ, આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા સહિતના બીજેપી શાસિત રાજ્યોના તમામ મુખ્યમંત્રી તેમની સાથે હાજર રહ્યાં હતા. 


મંગળવારે 21 જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં બીજેપી મુખ્યાલયમાં થયેલી પાર્ટી સંસદીય દળની બેઠક બાદ દ્રૌપદી મુર્મૂના નામનુ એલાન કરવામાં આવ્યુ હતુ. અધ્યક્ષ જેપી નડ્ડાએ બતાવ્યુ હતુ કે બેઠકમાં 20 નામો પર વિચાર વિમર્શ કર્યા બાદ બધાના એકમતથી પૂર્વી ભારતમાંથી આવનારી આદિવાસી મહિલા નેતા દ્રૌપદી મુર્મૂને એનડીએ તરફથી રાષ્ટ્પતિ ઉમેદવાર બનાવવાનો ફેંસલો લેવામાં આવ્યો હતો.






-


જાણો કોણ છે દ્રૌપદી મુર્મુ, જેમને NDAએ બનાવ્યા રાષ્ટ્રપતિના ઉમેદવાર
આદિવાસી સમાજ સાથે સંબંધ ધરાવતા દ્રૌપદી મુર્મુ છ વર્ષ અને એક મહિના સુધી ઝારખંડના રાજ્યપાલ રહી ચુક્યા છે. મુર્મુ ઓડિશાના રાયરંગપુરના રહેવાસી છે. ગઈકાલે મુર્મુનો જન્મદિવસ હતો. તેઓ 64 વર્ષના છે.


પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિન્હાને રાષ્ટ્રપતિની ચૂંટણી માટે વિપક્ષી પાર્ટીઓએ સંયુક્ત ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે. વિપક્ષના ઉમેદવાર તરીકે સિન્હાના નામની જાહેરાત બાદ હવે આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન 18 જુલાઈએ થઈ રહ્યું છે.


-


 






--


વિપક્ષે ઉમેદવાર તરીકે યશવંત સિંહાના નામની જાહેરાત કરી છે -
રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને આજે વિરોધ પક્ષોની બેઠક મળી હતી. બેઠક બાદ વિપક્ષે ઉમેદવાર તરીકે યશવંત સિંહાના નામની જાહેરાત કરી છે. જયરામ રમેશ, સુધીન્દ્ર કુલકર્ણી, દિપાંકર ભટ્ટાચાર્ય, શરદ પવાર, ડી રાજા, તિરુચી શિવા (DMK), પ્રફુલ પટેલ, યેચુરી, એનકે પ્રેમચંદ્રન (RSP), મનોજ ઝા, મલ્લિકાર્જુન ખડગે, રણદીપ સુરજેવાલા, હસનૈન મસૂદી (નેશનલ કોન્ફરન્સ), અભિષેક બેનર્જી અને રામ ગોપાલ યાદવ પણ બેઠકમાં હાજર રહ્યા હતા.


કોણ છે યશવંત સિન્હા - 
યશવંત સિન્હા ભારતીય રાજકારણી અને ભારતીય જનતા પાર્ટીના ભૂતપૂર્વ વરિષ્ઠ નેતા હતા, જેઓ હાલમાં બંગાળની સત્તાધારી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસના નેતા હતા. આજે સવારે જ તેમણે તૃણમૂલ કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે.


યશવંત સિન્હા 1960 માં ભારતીય વહીવટી સેવામાં જોડાયા હતા અને તેમના કાર્યકાળ દરમિયાન ઘણા મહત્વપૂર્ણ હોદ્દા પર રહીને સેવામાં 24 વર્ષથી વધુ સમય વિતાવ્યો હતો. 4 વર્ષ સુધી તેમણે સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે સેવા આપી. બિહાર સરકારના નાણા મંત્રાલયમાં અન્ડર સેક્રેટરી અને ડેપ્યુટી સેક્રેટરી રહ્યા પછી, તેમણે ભારત સરકારના વાણિજ્ય મંત્રાલયમાં નાયબ સચિવ તરીકે કામ કર્યું.