Breaking News : મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વધુને વધુ ઘેરાઇ રહ્યું છે, શિવસેનાના પ્રમુખ ઉદ્વવ ઠાકરે એકલા પડી રહ્યાં છે. મહારાષ્ટ્રમાં ઉદ્વવ ઠાકરે સરકારને તેમના પોતાના જ ધારાસભ્યઓએ ઝટકો આપ્યો છે. પાર્ટી નેતા એકનાથ શિન્દેના પક્ષમાં લગભગ 40 થી વધુ ધારાસભ્યો બતાવવામાં આવી રહ્યાં છે. જે પછી હવે મહારાષ્ટ્રમાં હાલ શિવસેના, એનસીપી અને કોંગ્રેસ સરકાર ગમે ત્યારે પડી શકે છે. જોકે, છેલ્લે સુધી ધારાસભ્યોને મનાવીને પાછા લાવવાની કોશિશ ચાલુ છે. આ ઘટનાને પુરા ચાર દિવસ વીતી ગયા છે છતાં કોઇ યોગ્ય નીકાલ નથી નીકળી શક્યો.
પરંતુ આ બધાની વચ્ચે એક વાત સામે આવી રહી છે, તે છે એકનાથ શિન્દેની તાકાત સતત વધી રહી છે. રિપોર્ટ છે કે હાલમાં ગૌહાટીમાં 48 ધારાસભ્ય શિન્દેની પાસે છે, અને 8 બીજા ધારાસભ્યો મુંબઇથી નીકળી ચૂક્યા છે, જે શિન્દેના પક્ષમાં છે, આના પરથી કહી શકાય કે ઉદ્વવ ઠાકરે કરતાં શિન્દેની શિવસેનામાં તાકાત વધુ છે.
ગૌહાટી હૉટલમાં એકનાથ શિન્દેની સાથે શિવસેનાના બળવાખોર ધારાસભ્ય સંજય શિરસાટે કહ્યું કે, શિવસેનાને કોંગ્રેસ અને એનસીપી તરફથી ખતમ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેમને કહ્યું કે, પહેલા પણ ઉદ્વવજીને કહેવામાં આવ્યુ હતુ કે કોંગ્રેસ હોય કે એનસીપી બન્ને શિવસેનાને ખતમ કરવાની કોશિશ કરી રહ્યાં છે. ઘણીવાર ધારાસભ્યોએ ઉદ્વવને મળવાનો સમય માંગ્યો હતો પરંતુ ક્યારેય સમય ન હતો આપ્યો.
હાલની સ્થિતિ જોઇએ તો ગૌહાટીમાં ધારાસભ્યોની સંખ્યા સતત વધી રહી છે. અત્યાર સુધી શિવસેનાના લગભગ 37 ઉપરાંત 9 અપક્ષ, પ્રહર જનશક્તિ પાર્ટીના 2 ધારાસભ્યો હૉટલમાં રોકાયેલા છે, કુલ મળીને 48 ધારાસભ્યો ગૌહાટીની રેડિસન હૉટલમાં રોકાયા છે. સાથે જ શિવસેનાના લગભગ 4 ધારાસભ્ય અને 5 અપક્ષ હજુ જોડાઇ શકે છે.
આ પણ વાંચો...........
અમેરિકાને એક શબ્દમાં વર્ણવા જતાં ફસાયા જો બાઈડન, શું બોલ્યા કોઈને ખબર ના પડી, જુઓ વીડિયો
Corona Update: કોરોનાના કેસમાં ભારે વધારો, છેલ્લા 24 કલાકમાં 17 હજારથી વધુ નવા કેસ નોંધાયા