મુંબઇઃ મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉલટફેર જોવા મળી હતી. તમામ અટકળો અને અંદાજો વચ્ચે રાજ્યમાં ભાજપ સરકાર રચવામાં સફળ રહી હતી. આ દરમિયાન ભાજપનો સાથ એનસીપી નેતા અજિત પવારે આપ્યો છે. દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. સાથે અજિત પવારે નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા.


સૂત્રો અનુસાર, મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યુ હતું જોકે, આજે અચાનક વહેલી સવારે 5:47 વાગ્યે મહારાષ્ટ્રમાંથી રાષ્ટ્રપતિ શાસન હટાવી દેવામાં આવ્યું હતું ત્યારબાદ મહારાષ્ટ્રમાં આઠ વાગ્યે દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારના શપથગ્રહણ યોજવામાં આવ્યા હતા.


નોંધનીય છે કે જો રાજ્યમાં રાષ્ટ્રપતિશાસન હોય તો શપથગ્રહણ યોજવામાં આવી શકતા નથી. સૂત્રોના મતે એનસીપીના 40 ધારાસભ્યો અજિત પવાર સાથે છે. શપથ બાદ મુખ્યમંત્રી ફડણવીસે કહ્યુ કે, ફડણવીસે કહ્યુ કે અમને સરકાર બનાવવાનો જનાદેશ મળ્યો હતો પરંતુ શિવસેનાએ અન્ય પાર્ટીઓ સાથે ગઠબંધન કરવાનો પ્રયાસ કર્યો જેના પરિણામે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઇ ગયું. મહારાષ્ટ્રની પ્રજાને સ્થિર સરકાર જોઇએ છે નહી કે ગઠબંધનની સરકાર.