વૉશિંગટન: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની આગામી બેઠકમાં ભાગ લેવા સપ્ટેમ્બરમા અમેરિકા જશે. આ દરમયિના તેઓ હ્યુસ્ટનમાં ભારતીય મૂળના અમેરિકોનોને સંબોધિત પણ કરશે. ભારતીય સમુદાયના નેતાઓએ શુક્રવારે આ જાણકારી આપી છે.


શિકાગો અને હ્યૂસ્ટન અમેરિકાના બે શહેર છે જ્યાં અપ્રવાસીઓને સંબોધન કરવા માટે વડાપ્રધાનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી શકે છે જ્યારે તેઓ આ વર્ષના અંતમાં સંયુક્ત રાષ્ટ્રની વાર્ષિક મહાસભા બેઠકમાં સામેલ થવા માટે ન્યૂયોર્ક જશે.

સેનાના વડા બિપિન રાવતે કહ્યું- લદ્દાખના ડેમચોકમાં ચીની સેનાએ નથી કરી ઘૂસણખોરી

પૂર્વ દિગ્ગજ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગની પત્ની સાથે થઈ 4.5 કરોડ રૂપિયાની છેતરપિંડી, બિઝનેસ પાર્ટનર સામે નોંધાવી ફરિયાદ
જો કે, આ પ્રવાસ અંગે અત્યાર સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આ સંબંધિત જાણકારી રાખનાર સમુદાયના સૂત્રોના અનુસાર વડાપ્રધાન મોદી 23 સપ્ટેમ્બરે યૂએનમાં ગ્લોબલ વોર્મિંગ પર થનારી વિશેષ બેઠકમાં ભાષણ આપવા હ્યૂસ્ટનથી ન્યૂયોર્ક આવશે.