PM મોદીની અપીલ- મજૂરો જ્યાં છે ત્યાંજ રહે, રાજ્ય સરકારો શ્રમિકોનો વિશ્વાસ જાળવી રાખે
સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે જાહેર કરેલા આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં 2,59,170 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 1761 લોકોના મોત થયા છે. જે અત્યાર સુધીનો સર્વોચ્ચ આંક છે. જોકે 24 કલાકમાં 1,54,761 લોકો ઠીક પણ થયા છે.
એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 20 Apr 2021 08:41 PM
બ્રેકગ્રાઉન્ડ
નવી દિલ્હી: કોરોનાના કહેરની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડીવારમાં દેશને સંબોધન કરવા જઈ રહ્યા છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, તેઓ આજે રાત્રે 8.45 વાગ્યે દેશને સંબોધન કરશે. આ પહેલા...More
નવી દિલ્હી: કોરોનાના કહેરની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડીવારમાં દેશને સંબોધન કરવા જઈ રહ્યા છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, તેઓ આજે રાત્રે 8.45 વાગ્યે દેશને સંબોધન કરશે. આ પહેલા પીએમ મોદીએ વેક્સિન નિર્માતાઓ સાથે બેઠક કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, વેક્સિન નિર્માતાઓ ખૂબજ ઓછા સમયમાં કોવિડ -19ની ર વિકસાવી અને તેનું ઉત્પાદન કર્યું છે. તેમણે કહ્યું કે વિશ્વભરમાં ભારતમાં ઉત્પાદિત સૌથી સસ્તી કોવિડ -19 રસી સૌથી સસ્તી છે. વિશ્વનો સૌથી મોટો રસીકરણ કાર્યક્રમ અહીં ચાલુ છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
રાજ્યોએ લોકડાઉનનો વિકલ્પ સૌથી છેલ્લે રાખવો
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં લોકડાઉનને લઈને મોટી જાહેરાત કરી છે. મોદીએ લોકડાઉને લઈને રાજ્ય સરકારોને કહ્યું કે, લોકડાઉનનો વિકલ્પ સૌથી છેલ્લે રાખવામાં આવે. એટલે કે એકદમ ખરાબ સ્થિતિ આવે ત્યારે જ લોકડાઉન વિકલ્પને અપનાવવામાં આવે. મોદીએ કન્ટેઈનમેન્ટ ઝોન બનાવવા પર ભાર મુક્યો છે.