The Sydney Dialogue: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ધ સિડની ડાયલોગમાં સંબોધન કર્યુ હતું. જેમાં તેમણે કહ્યું, ભારતની ડિજિટલ ક્રાંતિના મૂળ લોકતંત્રમાં છે. આજે દેશના 600 ગામડા બ્રોડબેન્ડથી જોડાયેલા છે. દેશમાં ડિજિટલ ટેકનોલોજીથી લોકોની જિંદગી બદલાઈ રહી છે.
પીએમ મોદીએ કહ્યું, તમે મને સિડની ડાયલોગમાં સંબોધન માટે આમંત્રિત કર્યો તે ભારતના લોકો માટે સન્માનની વાત છે. હું તેને હિન્દ-પ્રશાંત ક્ષેત્ર અને ઉભરતી ડિજિટલ દુનિયામાં ભારતની કેન્દ્રીય ભૂમિકાની માન્યતાના રૂપમાં જોઉ છું. ડિજિટલ યુગમાં આપણી ચારેબાજુ બધુ બદલાઈ રહ્યું છે. તેણે રાજનીતિ, અર્થવ્યવસ્થા અને સમાજને ફરીથી પરિભાષિત કર્યો છે. જે સંપ્રુભાત, શાસન, નૈતિકતા, કાનૂન અધિકારો અને સુરક્ષા પર નવા સવાલ ઉઠાવી રહી છે. તે આંતરરાષ્ટ્રીય હરિફાઈ, શક્તિ અને નેતૃત્વને નવો આકાર આપી રહી છે.
પીએમ મોદીએ કહ્યું, ટેકનોલોજી વૈશ્વિક હરિફાઈમાં મુખ્ય સાધન બની ગઈ છે. જે ભવિષ્યની આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને આકાર બનશે. ટેકનોલોજી અને ડેટા નવા હથિયાર બની રહ્યા છે. લોકતંત્રની સૌથી મોટી તાકાત ખુલ્લાપણું છે. આપણે વેસ્ટર્ન ઈન્ટરેસ્ટના સ્વાર્થોને તેનો દુરુપયોગ ન કરવા દેવો જોઈએ.
ભારત-ઓસ્ટ્રેલિયા મિત્રતા મજબૂતઃ સ્કોટ મોરિસન
આ પહેલા ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસને કહ્યું, ઓસ્ટ્રેલિયા-ભારત વચ્ચે ગાઢ મિત્રતા છે. સમયની સાથે આપણા સંબંધ વધુ આગળ વધશે. આપણે અતંરિક્ષ, વિજ્ઞાન, ડિજિટલ ટેક્નોલોજી સહિત અનેક ક્ષેત્રોમાં પ્રગતિ કરી રહ્યા છીએ. ઓસ્ટ્રેલિયા માટે સન્માનની વાત છે કે પીએમ મોદી સિડની ડાયલોગને સંબોધિત કરી રહ્યા છે.