નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાતના’ 43માં કાર્યક્રમની શરૂઆત કરતા કોમનવેલ્થ ગેમ્સમાં સફળતા મેળવનારા ખેલાડીઓને શુભકામના પાઠવી હતી. પીએમ મોદીએ કહ્યું કે, "આપણાં ખેલાડીઓએ દેશવાસીઓની આશા પર યોગ્ય ઉતરતાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. તેમની સફળતા દરેક ભારતીયને ગર્વ અપાવે છે."
પીએમ મોદીએ કહ્યું , કોમનવેલ્થ ગેમમાં શાનદાર પ્રદર્શન કરી ભારતે 26 ગોલ્ડ સહિત 66 મેડલ જીત્યાં. આ ખેલાડીઓ જ નહીં પૂરાં દેશ માટે ગૌરવની વાત છે. જ્યારે ખેલાડીઓ મેડલ જીતી ત્રિરંગો લપેટી રાષ્ટ્રધૂન વાગે છે ત્યારે ગર્વ થાય છે." મોદીએ આ દરમિયાન કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતનારા ખેલાડીઓનો સંદેશ પણ સંભળાવ્યો.
એક વિશેષ ઈન્ટરશિપ માટે આજે તમને આગ્રહ કરૂ છું કે સરકારના ત્રણ-ચાર મંત્રાલય મળીને એક સ્વચ્છ ભારત સમર ઈન્ટરશિપ 2018 લોન્ચ કર્યું છે. હું વિદ્યાર્થીઓને અને નૌજવાનોને આમંત્રણ આપું છું કે આ ઈન્ટર્નશિપમાં આપ સૌ લાભ ઉઠાવો. સ્વચ્છ ભારત સમર ઈન્ટરશિપથી સ્વચ્છતાને પ્રોત્સાહન મળશે. કોલેજના વિદ્યાર્થીઓ, NSSના નૌજવાન, નેહરૂ યુવા કેન્દ્રના યુવાનો માટે આ એક તક છે. જે ઈન્ટર્ન સારૂ કામ કરશે, તેઓને પુરસ્કૃત કરવામાં આવશે.
ગત મન કી બાતના 42માં કાર્યક્રમમાં મોદીએ ખેડૂતોને લઈને સ્વાસ્થ્ય સાથે જોડાયેલા મુદ્દા પર પોતાની મન કી બાત કરી હતી. પીએમ મોદીએ એવા એનેક લોકોનો ઉલ્લેખ કર્યો હતો જેણે સમાજમાં પોતાનું યોગદાન કંઈક અલગ કામ કરીને આપ્યું છે.