જોધપુર: જોધપુરની જેલમાં આજીવન જેલની સજા ભોગવી રહેલા આસારામનો એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. વાયરલ ક્લિપમાં આસારામ ફોન પર કોઈ વ્યક્તિને કહી રહ્યાં છે કે તે જેલમાં હવે થોડાક જ દિવસ રહેશે અને સારા દિવસો આવશે. જોધપુર સેંટ્રલ જેલના ડીઆઈજી વિક્રમ સિંહ અનુસાર, શુક્રવારે આસારામની આ ટેલીફોન પર થયેલી વાતચીત દરમિયાન 15 મિનિટની આ ઓડિયો ક્લિપ રેકોર્ડ કરવામાં આવી છે.
જણાવી દઈએ કે, જેલના અધિકારીઓની અનુમતિથી ફોન કરવામાં આવ્યો હતો. વિક્રમ સિંહે કહ્યું, “કેદીઓને એક મહિનામાં 80 મિનિટ માટે તેના માધ્યમથી આપવામાં આવેલા બે નંબરો પર ફોન કરવાની પરવાનગી આપવામાં આવે છે. તેમાં શુક્રવારે સાંજે સાડા છ વાગ્યે આસારામે સાબરમતી આશ્રમના એક સાધક સાથે વાત કરી હતી. બની શકે કે આ વાત તે સમયે રેકોર્ડ કરવામાં આવી હોય અને વાયરલ થઈ ગઈ હોય.”
ટેલીફોન પર આ વાતચીત ઉપદેશ જેવી લાગી રહી છે. એક બાજુ વાતચીતમાં આસારામ પોતાના સમર્થકોને શાંતિ જાળવી રાખવા અને ચુકાદા સમયે જોધપુર ન આવવા માટે આભાર વ્યક્ત કરી રહ્યો છે. સાથે આ ઓડિયો ક્લિપમાં કથિત રીતે દાવો કરવામાં આવી રહ્યો છે કે કેટલાંક લોકોએ તેના આશ્રમને બદનામ કરવાનું અભિયાન ચલાવી રહ્યાં છે અને તેઓ તેના પર કબ્જો કરવા માગે છે. આવી ઉકસાવનારી વાતો કે આશ્રમના લેટર હેડ પર જે કોઈ પણ લખવામાં આવી રહ્યું છે તેનાથી ગભરાશો નહીં.
સહ આરોપી શિલ્પી અને શરદનો ઉલ્લેખ કરતા આસારામે કહ્યું કે તે જેલમાં સૌથી પહેલા તેની જામીનના બંદોબસ્ત કરશે કારણ કે આ માતા-પિતાનું કર્તવ્ય છે કે તે પહેલા પોતાના બાળકો વિશે વિચારે, શિલ્પી અને શરદને વિશેષ અદાલતે 20 વર્ષ જેલની સજા આપી છે.
આસારામે આ પણ કહ્યું કે, જો શિલ્પી અને શરદની જામીન માટે વકીલોની જરૂર પડશે તો તે પણ કરવામાં આવશે. તેના બાદ બાપુ જેલથી બહાર આવશે. જો નીચલી અદાલતમાં કોઈ ભુલ થઈ હોય તો તેને સુધારવા માટે ઉપલી અદાલત છે. સત્ય છુપાતું નથી અને અસત્યના પગ હોતા નથી. જે પણ આરોપ લાગ્યા છે તે તમામ ફાલતુ છે. વાતચીતમાં અંતમાં તે શરદ સાથે વાત કરવા કહે છે ત્યારે કહ્યું કે જેલમાં ચિંતાની કોઈ વાત નથી.