વારાણસી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટીના દેશવ્યાપી સદસ્યતા અભિનાય શરૂ કરવા માટે આજે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચ્યા છે. આ દરમિયાન તેઓએ અહીં એરપોર્ટ પર પૂર્વ વડાપ્રધાન લાલ બહાદૂર શાસ્ત્રીની પ્રતિમાનું ઉદ્ઘાટન કર્યું. પીએમ મોદી વારાણસી પહોંચતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેઓનું સ્વાગ કર્યું હતું. પીએમ મોદી અહીં પાર્ટીના કાર્યકર્તાઓને પણ સંબોધન કરશે. આ સિવાય પીએમ મોદી અહીં વૃક્ષારોપણ અભિયાન ‘આનંદ કાનન’ની પણ શરૂઆત કરશે.


પીએમ મોદી અહીં લાલપુરમાં 5 હજાર પાર્ટી કાર્યકર્તાઓને સંબોધન કરશે. જ્યાં તેઓ સદસ્યતા અભિયાનની શરૂઆત કરશે અને કેટલાંક પાર્ટી કાર્યકર્તાઓને પણ સન્માનિત કરશે. ભારતીય જન સંઘના સંસ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જીની જયંતીના અવસર પર વારાણસીમાં ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે.

રાજ્યસભા ચૂંટણીઃ વિદેશમંત્રી એસ.જયશંકર અને જુગલજીની જીત, ભાજપના ક્યા મંત્રીનો મત ગેરલાયક ઠર્યો?

Budget: 14.05 લાખ રૂપિયાની આવક સુધી નહીં ચૂકવવો પડે ટેક્સ! જાણો કેવી રીતે

લોકસભા ચૂંટણીમાં મળેલી પ્રચંડ જીત બાદ મોદી પોતાના મત વિસ્તારની આ બીજી મુલાકાત છે. આ પહેલા તેઓ ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ તેમની સરકાર પ્રતિ વિશ્વાય જતાવવા બદલ લોકોનો આભાર વ્યક્ત કરવા 27 મે ના રોજ વારાણસીની મુલાકાત લીધી હતી.

હરેન પંડ્યા હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે શું આપ્યો ચુકાદો? જુઓ વીડિયો