નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી યીયૂષ ગોયલે થોડા દિવસો પહેલા નોબલ પુરસ્કાર વિજેતા અભિજીત બેનર્જીને વામપંથી વિચારસરણી ધરાવતા હોવાનું કહ્યું હતું. જેને લઈ કોંગ્રેસ મહાસચિવ પ્રયિંકા ગાંધી વાડ્રાની પ્રતિક્રિયા સામે આવી છે. પ્રિયંકાએ ટ્વિટ કરીને ભાજપને આડે હાથ લીધી છે.


પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરીને લખ્યું, ભાજપના નેતાઓને જે કામ મળ્યું છે તેને કરવાના બદલે બીજી ઉપલબ્ધિઓ બતાવવામાં લાગ્યા છે. નોબલ મેળવનારાએ ઈમાનદારીથી તેમનું કામ કરીને નોબલ જીત્યું. અર્થતંત્રની ગાડી પાટા પરથી ઉતરી છે. તમારું કામ તેને સુધારવાનું છે નહીં કે કોમેડી સર્કસ ચલાવવાનું.

પીયૂષ ગોયલે કહ્યું હતું કે, હુ અભિજીત બેનર્જીને નોબલ પુરસ્કાર જીતવા માટે અભિનંદન આપું છું. તમે બધા જાણો છો કે તેમની વિચારસરણી વામપંથી તરફ ઝુકેલી છે. કોંગ્રેસ દ્વારા પ્રસ્તાવિત ન્યાય યોજનાને તેમણે સમર્થન આપ્યું હતું અને ભારતની જનતાએ તેને ફગાવી દીધી હતી.

અભિજીત બેનર્જીએ તાજેતરમાં કહ્યું હતું કે, ભારતીય અર્થતંત્ર ડગમગી રહ્યું છે અને જે ઉપલબ્ધ આંકડા છે તે દેશની અર્થવ્યવસ્થાને ઉગારવા માટે પૂરતા નથી.

અમેરિકાની એજન્સી FBIના ટોપ-10 મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં વિરમગામના યુવકનું નામ, પત્નીની કૂરતાપૂર્વક કરી હતી હત્યા

ગુજરાતના કયા વિસ્તારમાં અચાનક જોવા મળ્યો વાતાવરણમાં પલટો? વરસાદ થાય તેવા એંધાણ ? જાણો વિગત