ઇડીના સૂત્રોએ જણાવ્યું હતું કે રોબર્ટ વાડ્રાને સંજય ભંડારીના સંબંધી સુમિત ચઢ્ઢાને ઇમેઇલ કર્યા હતા. સુમિત ચઢ્ઢાએ પણ સંજય ભંડારી અને વાડ્રાને જવાબ આપ્યો હતો. જેને જવાબમાં રોબર્ટ વાડ્રાએ પ્રોપર્ટીને લઇને નિર્દેશ આપ્યા હતા. ઇડીએ દાવો કર્યો હતો કે તમણે રોબર્ટ વાડ્રાના તમામ ઇમેઇલને ટ્રેક કર્યા છે. સૂત્રોના મતે આજે રોબર્ટ વાડ્રાને તમામ ઇમેલ અને અન્ય દસ્તાવેજો બતાવવામાં આવ્યા છે. દિલ્હીની એક કોર્ટે રોબર્ટ વાડ્રાને 16 ફેબ્રુઆરી સુધી ધરપકડ પર રાહત આપી હતી. પરંતુ સાથે ઇડીના સવાલોના જવાબ આપવા કહ્યું હતું. ઇડીના ત્રણ વરિષ્ઠ અધિકારીઓની ટીમે રોબર્ટ વાડ્રાને આ મામલામાં પૂછપરછ કરી રહી છે જેનું નેતૃત્વ ડિપ્ટી ડિરેક્ટર રાજીવ શર્મા કરી રહ્યા છે.
EDએ રોબર્ટ વાડ્રાની બીજા દિવસે કરી 10 કલાક પૂછપરછ, શનિવારે ફરીથી રહેવું પડશે હાજર
abpasmita.in
Updated at:
07 Feb 2019 10:27 PM (IST)
NEXT
PREV
નવી દિલ્હીઃ મની લોન્ડરીંગ કેસમાં કોગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રોબર્ટ વાડ્રાની બીજા દિવસે ઇડીએ લગભગ 10 કલાક પૂછપરછ કરી હતી. વાડ્રા પોતાની પત્ની પ્રિયંકા સાથે ઇડીની ઓફિસમાંથી બહાર નીકળ્યા હતા. હવે ઇડીએ તેમને શનિવારે ફરી સવારે સાડા 10 વાગ્યે પૂછપરછ માટે બોલાવ્યા છે. આ અગાઉ બુધવારે ઇડીએ વાડ્રાની છ કલાક સુધી પૂછપરછ કરી હતી.
ઇડીના સૂત્રોએ જણાવ્યું હતું કે રોબર્ટ વાડ્રાને સંજય ભંડારીના સંબંધી સુમિત ચઢ્ઢાને ઇમેઇલ કર્યા હતા. સુમિત ચઢ્ઢાએ પણ સંજય ભંડારી અને વાડ્રાને જવાબ આપ્યો હતો. જેને જવાબમાં રોબર્ટ વાડ્રાએ પ્રોપર્ટીને લઇને નિર્દેશ આપ્યા હતા. ઇડીએ દાવો કર્યો હતો કે તમણે રોબર્ટ વાડ્રાના તમામ ઇમેઇલને ટ્રેક કર્યા છે. સૂત્રોના મતે આજે રોબર્ટ વાડ્રાને તમામ ઇમેલ અને અન્ય દસ્તાવેજો બતાવવામાં આવ્યા છે. દિલ્હીની એક કોર્ટે રોબર્ટ વાડ્રાને 16 ફેબ્રુઆરી સુધી ધરપકડ પર રાહત આપી હતી. પરંતુ સાથે ઇડીના સવાલોના જવાબ આપવા કહ્યું હતું. ઇડીના ત્રણ વરિષ્ઠ અધિકારીઓની ટીમે રોબર્ટ વાડ્રાને આ મામલામાં પૂછપરછ કરી રહી છે જેનું નેતૃત્વ ડિપ્ટી ડિરેક્ટર રાજીવ શર્મા કરી રહ્યા છે.
ઇડીના સૂત્રોએ જણાવ્યું હતું કે રોબર્ટ વાડ્રાને સંજય ભંડારીના સંબંધી સુમિત ચઢ્ઢાને ઇમેઇલ કર્યા હતા. સુમિત ચઢ્ઢાએ પણ સંજય ભંડારી અને વાડ્રાને જવાબ આપ્યો હતો. જેને જવાબમાં રોબર્ટ વાડ્રાએ પ્રોપર્ટીને લઇને નિર્દેશ આપ્યા હતા. ઇડીએ દાવો કર્યો હતો કે તમણે રોબર્ટ વાડ્રાના તમામ ઇમેઇલને ટ્રેક કર્યા છે. સૂત્રોના મતે આજે રોબર્ટ વાડ્રાને તમામ ઇમેલ અને અન્ય દસ્તાવેજો બતાવવામાં આવ્યા છે. દિલ્હીની એક કોર્ટે રોબર્ટ વાડ્રાને 16 ફેબ્રુઆરી સુધી ધરપકડ પર રાહત આપી હતી. પરંતુ સાથે ઇડીના સવાલોના જવાબ આપવા કહ્યું હતું. ઇડીના ત્રણ વરિષ્ઠ અધિકારીઓની ટીમે રોબર્ટ વાડ્રાને આ મામલામાં પૂછપરછ કરી રહી છે જેનું નેતૃત્વ ડિપ્ટી ડિરેક્ટર રાજીવ શર્મા કરી રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -