લખનઉ: નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ કૉંગ્રેસનું વિરોધ પ્રદર્શન ચાલુ છે. એવામાં કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા શનિવારે લખનઉમાં પહોંચ્યા હતા. જ્યાં કોંગ્રેસના 135મા સ્થાપના દિવસના અવસરે કાર્યકર્તાઓને પાર્ટી ઓફિસમાં સંબોધન બાદ પૂર્વ આઈપીએસ અધિકારી એસઆર દારાપુરીના પરિવારને મળવા પહોંચ્યા હતા. CAA વિરુદ્ધ પ્રદર્શન કરવા પર દારાપુરીની ધરપકડ રકવામાં આવી છે.

તે દરમિયાન ઉત્તર પ્રદેશ પોલીસે તેમની ગાડી રોકવાનો પ્રયાસ કર્યો હતો. પ્રિયંકાએ પોલીસ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે પોલીસે તેમને રસ્તામાં જ રોકી દીધા હતા. તેમણે કહ્યું કે આ દરમિયાન એક મહિલા પોલીસ કર્મચારીએ મને ધક્કો માર્યો જેથી હું પડી ગઈ અને મારું ગળુ દબાવ્યું.


પરિવાર સાથે મુલાકાત બાદ પ્રિયંકાએ દાવો કર્યો કે, રસ્તામાં પોલીસની ગાડી આવી અને મારી ગાડી આગળ રોકી દીધી હતી. તેમણે કહ્યું કે તમે આગળ જઈ શકો નહીં, તેમને ખબર પણ નહતી કે હું ક્યાં જઈ રહી છું. હું ગાડીમાંથી ઉતરીને ચાલતી ગઈ હતી. તે દરમિયાન મને રોકવાનો પ્રયાસ કરી રહેલી પોલીસે મારુ ગળુ દબાવ્યું અને ધક્કો માર્યો, હું નીચે પડી ગઈ હતી. તેના બાદ હું ટૂ વ્હીલર પર બેસીને આગળ વધી હતી. અને ફરી તેમણે મને રોક્યા બાદમાં હું ચાલતી ગઈ. મે દારાપુરીના પરિવાર સાથે મુલાકાત કરી.

કૉંગ્રેસ પ્રવક્તા સુષ્મિતા દેવે કહ્યું, પ્રિયંકા ગાંધી કૉંગ્રેસના સ્થાપના દિવસ પર લખનઉમાં હતા. જ્યાર તેઓ પૂર્વ આઈપીએસ અધિકારીને મળવા જઈ રહ્યાં હતા, ત્યારે તેમને રોકવામાં આવ્યા અને પોલીસે ગેરવર્તન કર્યુોં. અમે આ મામલે તપાસની માંગ કરીએ છીએ. આ એક પ્રકારની તાનાશાહી છે. ઉત્તર પ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવું જોઈએ.