રેલવે અધિકારીઓથી પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદથી તેજસ ટ્રેન 17 જાન્યુઆરીએ સવારે 9.30 વાગ્યે ચાલશે અને સાંજે 4 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. મુંબઈથી આ ટ્રેન સાંજે 5.15 વાગ્યે રવાના થશે અને રાત્રે 11.30 વાગ્યે અમદાવાદ પહોંચશે. આ ટ્રેનને વેસ્ટર્ન રેલવે ઝોન અંતર્ગત ચલાવવામાં આવશે.
નવી તેજસ એક્સપ્રેસમાં 18 કોચ હશે. જોકે શરૂઆતમાં 12 કોચ વાળી ટ્રેન ચલાવવામાં આવશે જેમાં બાદમાં ઉમેરો કરવામાં આવશે. અધિકારીઓએ દાવો કર્યો છે કે ટ્રેનમાં પ્રવાસીઓને વર્લ્ડક્લાસ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. સંપૂર્ણ રીતે એર કન્ડિશન્ડ આ ટ્રેનમાં પ્રવાસીઓ ચેર કાર અને એક્ઝીક્યૂટિવ ચેર કાર શ્રેણીમાં પ્રવાસ કરી શકશે. કોચની સીટોને આરામદાયક બનાવવામાં આવી છે. બીજી તરફ સ્લાઇડિંગ કોચ ડોર, ઓટોમેટિક એન્ટ્રી એન્ડ એક્ઝિટ ડોર, પર્સનલ રીડિંગ લાઇટ, મોબાઇલ ચાર્જિંગ પોંઇન્ટ, એટેન્ડન્ટ કોલ બટન અને બાયો ટોયલેટ મોજદ રહેશે. સુરક્ષા માટે સીસીટીવી કેમેરા પણ લગાડવામાં આવ્યા છે.
નવી તેજસ ટ્રેનને મુંબઈથી અમદાવાદ વચ્ચે 6 સ્ટોપ આપવામાં આવ્યા છે. અમદાવાદથી ઉપડીને આ ટ્રેન નડિયાદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી અને બોરીવલીમાં રોકાણ કરીને મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. ત્યાંથી પાછા ફરતી વખતે પણ આ સ્ટેશનો પર ઉભી રહેશે.
BS6 સાથે લોન્ચ થઈ Toyotaની સેડાન Yaris, જાણો કિંમત
આર્મી ચીફ પર ભડક્યા ચિદમ્બરમ, કહ્યું- તમે સેનાનું કામ સંભાળો, રાજનીતિ અમને કરવા દો
પતિ નિક જોનાસને પ્રેમથી કયા નામે બોલાવે છે પ્રિયંકા ? જાણીને ચોંકી જશો