લખનઉઃ પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખ્યો છે. જેમાં તેમણે નાના-મધ્યમ વેપારીઓ, ખેડૂતો, શ્રમિકોને રાહત આપવાની માંગ કરી છે, ઉપરાંત 11 સૂચન પણ કર્યા છે.

પ્રિયંકા ગાંધીએ ખેડૂતોનું વીજળી બિલ માફ થાય, શિક્ષા મિત્ર, આશાવર્કર, આંગણવાજી કર્મી તથા અન્ય કર્મીઓને પ્રોત્સાહક રકમ મળે, લઘુ તથા ગૃહ ઉદ્યોગો માટે જરૂરી પગલા ભરવામાં આવે તેવી માંગ કરી છે.


લોકડાઉન દરમિયાન વણકરોને થઈ રહેલા નુકસાનનો ઉલ્લેખ કરી પ્રિયંકા ગાંધીએ વણકરના પરિવારને દર મહિને 12 હજાર રૂપિયા મળે તથા બેંક લોન અને વીજળી કર માફ થાય તેવું સૂચન પણ કર્યુ છે.

ગઈકાલે પ્રધાનમંત્રી મોદીએ બે લાખ કરોડના આર્થિક પેકેજની જાહેરાત કરી હતી અને આજે નાણા મંત્રી નિર્મલા સીતારમણ કયા સેક્ટરને શું મળશે તે જણાવશે.