લખનઉઃ ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં લઇને કોગ્રેસ પ્રિયંકા ગાંધીને ટ્રમ્પ કાર્ડ તરીકે રાજ્યની રાજનીતિમાં ઉતારવા જઇ રહી છે. પ્રિયંકા ગાંધી રાજધાની લખનઉમાં આગામી 29,જૂલાઇના રોજ કોગ્રેસ કાર્યકર્તાઓને સંબોધિત કરી શકે છે. લખનઉની આ રેલીમાં  પ્રિયંકા લગભગ 60 હજાર કાર્યકર્તાઓને સંબોધિત કરશે. નોંધનીય છે કે આ અગાઉ પ્રિયંકા ફક્ત રાયબરેલી, અમેઠી અને સુલતાનપુરમાં  જ ચૂંટણી પ્રચાર કરતી હતી. પરંતુ આ નવા પ્લાન હેઠળ તે ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં કોગ્રેસ માટે મત માંગતી જોવા મળશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રિયંકા ગાંધી આ ચૂંટણીમાં લગભગ 100 રેલીઓ કરશે. 29,જૂલાઇઓની આ રેલીમાં પ્રિયંકાની સાથે  કોગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી, પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બર, મુખ્યમંત્રીની ઉમેદવાર શીલા દીક્ષિત, પ્રદેશ પ્રભારી ગુલામ નબી આઝાદ અને તમામ મોટા નેતાઓ પણ હાજર રહેશે.