નવી દિલ્લી: દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગોરખપુરમાં રેલી યોજશે. જેમાં તે એઈમ્સનું શિલાન્યાસ કરશે. જે બાદ તેઓ રેલીનું સંબોધન કરશે. સાથે સાથે પીએમ મોદી ગોરખનાથ મંદિરના કાર્યક્રમમાં પણ હાજરી આપશે. પીએમની રેલીને સફળ બનાવવા માટે ગોરખપુરના સાંસદ યોગી આદિત્યનાથ છેલ્લા એક મહિનાથી મહેનત કરી છે.   યોગી આદિત્યનાથે આ રેલીને ઐતિહાસિક બનાવવા અને વિકાસના મુદ્દા પર ચર્ચા કરવાની વાત કરી રહ્યા છે. યોગીએ કહ્યું કે, હિંદુત્વનો કોઈ અલગ ચહેરો હોતો નથી. ગોરખપુરમાં માત્ર વિકાસની જ વાતો થશે.