નવી દિલ્લી: મુસ્લિમ ધર્મ પ્રચારક અને વિવાદિત ઉપદેશક જાકિર નાઈકની મુશ્કેલીઓ હવે વધી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જાકિર નાઈકની સંસ્થાઓ વિરુદ્ધ તપાસ શરૂ કરી દીધી છે. જાકિરની બે સંસ્થાઓ ઈસ્લામિક રિસર્ચ ફાઉંડેશન (આઈઆરએફ) અને આઈઆરએફ એજ્યુકેશન ટ્રસ્ટની વિદેશ ફંડની તપાસ શરૂ કરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ગૃહ મંત્રાલયએ આઈઆરએફ વિરુદ્ધ તપાસ શરૂ કરી છે અને સંસ્થા પાસેથી બેંક એકાઉંટ ડિટેલ માંગવામાં આવી છે. વિદેશથી ફંડ લેવામાં કરેલ ગડબડીનો આરોપ અને એફસીઆરએ એકાઉંટમાં જમા થયેલ ધનને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે. ગૃહ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે આ મામલામાં કાર્યવાહી કરવા માટે ગૃહ મંત્રાલય પાસે વિસ્તૃત વિચાર-વિમર્શ થઈ ચૂકી છે.
કાયદા મંત્રાલયે સરકારને કહ્યું છે કે જાકિર નાઈકની સંસ્થા આઈઆરએફને બેન કરવામાં આવી શકે છે. કાયદા મંત્રાલયે જાકિર પર નોંધાયેલ ફરિયાદને આધાર બનાવીને સરકારને ભલામણ મોકલી છે. ગૃહ મંત્રાલયે પણ જાકિરની સંસ્થાને ગેરકાયદેસર જાહેર કરવાનું કહ્યું છે. નાઈકની સંસ્થા ઈસ્લામિક રિચર્સ ફાઉંડેશન પર પ્રતિબંધ લાગી શકે છે.