Prophet Muhammad Protest: નુપુર શર્માના વિવાદાસ્પદ નિવેદનને લઈને દેશના અનેક શહેરોમાં હિંસક પ્રદર્શનો થઇ રહ્યા છે. પશ્ચિમ બંગાળના હાવડા સહિત ઘણા શહેરોમાં હિંસક દેખાવો જોવા મળ્યા હતા. પરંતુ હવે હાવડામાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી છે. અહીં ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો, જે બાદ પોલીસે પણ જવાબી કાર્યવાહી કરી અને ટીયર ગેસના સેલ છોડ્યા હતા. સ્થિતિને જોતા ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે.
પશ્ચિમ બંગાળના હાવડામાં ગઈકાલની હિંસા બાદ કલમ 144 લાગુ કરવામાં આવી હતી, પરંતુ આજે સવારે ફરી એકવાર ભીડ એકઠી થઈ ગઈ અને જોરદાર પથ્થરમારો શરૂ કર્યો હતો. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. હાલ ભારે પોલીસ બંદોબસ્ત સ્થળ પર તૈનાત છે.
દેખાવકારોએ આગચંપી કરી
ઉલ્લેખનીય છે કે નુપુર શર્મા અને નવીન જિંદાલના વિવાદાસ્પદ નિવેદન વિરુદ્ધ લોકોએ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ પોલીસ વાન અને પોલીસ બૂથને આગ ચાંપી દીધી હતી. સ્થળ પર ભારે પોલીસ ફોર્સ બોલાવવામાં આવી હતી. લોકોની માંગ છે કે નુપુર શર્માની તાત્કાલિક ધરપકડ થવી જોઈએ. ભાજપના સસ્પેન્ડેડ પ્રવક્તાએ એક ટીવી ડિબેટમાં પયગંબર મોહમ્મદ વિશે વાંધાજનક ટિપ્પણી કરી હતી. આ નિવેદન બાદ હોબાળો જોતા ભાજપે તેમને સસ્પેન્ડ કરી દીધા હતા.
WhatsApp UPI Payment: તમે WhatsApp દ્વારા UPI પેમેન્ટ પણ કરી શકો છો, શું તમારી પાસે છે બધી જાણકારી
KUTCH : સરહદ ડેરીની પશુપાલકોને મોટી ભેટ, દૂધના ભાવમાં પ્રતિકિલો ફેટે 10 રૂપિયાનો વધારો કર્યો
ગુજરાતના શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય, ધોરણ-9 ના અભ્યાસક્રમમાં પ્રાકૃતિક ખેતીનો સમાવેશ