શ્રીનગર: દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના પિંગલાન વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે રવિવાર મોડી રાતથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં એક મેજર સહિત સેનાના 4 જવાન શહીદ થયા છે. સમગ્ર વિસ્તારનો કોર્ડન કરી લીધો છે. જ્યારે સમગ્ર વિસ્તારનો ખાલી કરી દેવામાં આવ્યો છે.



સૂત્રો દ્વારા મળતી જાણકારી મુજબ, ભારતીય જવાનોએ પુલવામા હુમલાના માસ્ટરમાઈન્ડ આતંકી ગાજી રશીદને ઘેરી લીધો છે. અહીં બેથી ત્રણ આતંકીઓ છુપાયા હોવાના અહેવાલ છે. આ આતંકીઓનો સંબંધ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે હોઈ શકે છે. પરંતુ આ અંગે કોઈ પૃષ્ટિ કરવામાં આવી નથી.



મળતી માહિતી મુજબ, સીઆરપીએફ કાફલા પર હુમલામાં સામેલ જૈશ-એ-મોહમ્મદના ત્રણ ટોપ કમાન્ડરોને સેનાએ ઘેરી લીધા છે. સુરક્ષાદળોએ આસપાસના વિસ્તારની ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન તેજ કરી દીધું છે.