જમ્મુ-કાશ્મીરમાં પુલવામા આતંકી હુમલાના પાંચ દિવસ બાદ પુલવામાના પિંગલાન વિસ્તારમાં આતંકીઓ સાથે અથડામણમાં સેનાના એક મેજર સહિત ચાર જવાનો શહીદ થયા હતાં. મોડી રાતથી આતંકી સાથે સુરક્ષા દળોનું એનકાઉન્ટર ચાલી રહ્યું હતું તેનો અંત આવી ગયો હતો. સુરક્ષા દળોએ બેથી ત્રણ આતંકીઓને કોર્ડન કર્યા હતા ત્યાર બાદ ભારતીય જવાનોએ ત્રણ આતંકીઓને ઠાર માર્યા તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.



ભારતીય જવાનો પુલવામાનો પ્રથમ બદલો પૂરો કર્યો છે. ભારતીય જવાનો પુલવામા હુમલાના માસ્ટરમાઈન્ડ કામરાન સહિત અન્ય બે આતંકીઓને ઠાર માર્યા છે. આતંકી જ્યાં છુપાયા હતા તે ઘરમાં જઈને ભારતીય જવાનોએ ઠાર માર્યા હતાં તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.



મોડી રાતે સુરક્ષા દળોએ ખાનગી જાણકારીની આધારે પિંગલાન વિસ્તારના ઘરોમાં તપાસ શરૂ કરી હતી. રાતે ત્રણ વાગે સુરક્ષા દળોનો સામનો એક ઘરમાં છુપાયેલા આતંકી સાથે થયો હતો. બન્ને તરફથી જબરદસ્ત ફાયરિંગ ચાલી રહ્યું હતું જેમાં ચાર જવાનો શહીદ થયા હોવાના સમાચાર મળ્યા હતાં.



સુત્રોના જણાવ્યા પ્રમાણે, ઘરમાં બેથી ત્રણ આતંકીઓ છુપાયેલા હતાં. આ આતંકીઓનો સંબંધ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે હોય તેવી શક્યતા. પરંતુ આ અંગે કોઈ પૃષ્ટિ કરવામાં આવી નથી.