Coronavirus:પૂણેના એક સ્ટાર્ટ અપે  એક એવું સ્પેશ્યલ માસ્ક તૈયાર કર્યું છે, જે એન્ટીવાયરસ અજેંટસથી કોટેડ છે. દાવો કરવામા આવી રહ્યો છે કે, આ માસ્કના કોન્ટેક્ટમાં આવવાથી કોરોના વાયરસ બેઅસર થઇ જાય છે. 



કોરોના સંક્રમણના કારણે આખી દુનિયા પરેશાન છે. આ મહામારી સામે લડલા માટે દરરોજ નવી નવી શોધ વૈજ્ઞાનિકોની સામે આવે છે. પૂણેના એક સ્ટાર્ટ અપે એક એવું માસ્ક તૈયાર કર્યુ છે. જે વિષાણુનાશક છે. તેમણે ફેસમાસ્ક ડેવલેટ કર્યુ છે. આ માસ્ક 3ડી પ્રિન્ટિંગ અને ફોર્મોસ્યૂટિકલ્સને કમ્બાઇન કરીને બનાવવામાં આવ્યું છે. દાવો એવો કરવાામાં આવી રહ્યો છે કે,, આ માસ્કના સંપર્કમાં આવવાાથી કોરોના બેસઅર થઇ જાય છે. 


સ્પેશ્યલ માસ્કને  થિંક્ર ટેકનોલોજી કંપનીએ  બનાવ્યું છે
ઉલ્લેખનિય છે કે, આ માસ્કને બનાવનાર થિંક્ર ટેકનોલોજીજે માસ્કને એન્ટી વાયરસ એજન્ટથી કોટ કર્યું છે. જેના વાયરૂસાઇડ કહેવામાં આવે છે. જે ઇન્ટરસેપ્શન પર વાયરલ કણો પર હુમલો કરો છે. કોટિંગની ટેસ્ટિંગ પણ કરવામાં આવી છે અને તે SARS-CoV-2ને નિષ્ક્રિય કરતું જોવા પણ મળે છે. DSTએ કહ્યું કે., તેમાં યુઝ કરવામાં આવેલ મરીરિયલ્સ એક સોડિયમ ઓલફિન સલ્ફોનેટ બેસ્ડ મિશ્રણ એક સાબુ બનાવતું અજેન્ટ છે. ફેલાવેયલા વાયરસના સંપર્કમાં આવતાં આ વિષાણું બહારથી જ તેને અવરોધે છે. તેમાં ઉપયોગમાં લેવાયેલ ઇન્ગ્રીડિએન્ટસ રૂમ ટેમ્પરેચર પર સ્થિર છે અને કોસ્મેટિકમાં વધુ ઉપચોગ થાય છે. 


ડી.એસ.ટી. એ એમ પણ માહિતી આપી હતી કે,  વિજ્ઞાન  અને પ્રોદ્યોગિકી વિભાગ હેઠળ એક  ટેકનોલોજી ડેવલપમેન્ટ બોર્ડ (ટીડીબી) એ કોરોના સામે લડવાના સમાઘાન શોધવા આપેલા   એક પહેલ હઠેળના પ્રોજેકટમાં આ માસ્ક તૈયાર કરવામાં આવ્યું છે.  કેન્દ્ર સરકારની પહેલના ભાગ રૂપે સી.ઓ.વી.ડી.-19 સામે લડવા માટે નવીન સમાધાન શોધવાની યોજના માટે નાણાં આપ્યા છે. તે ટીડીબી દ્વારા કમર્શિયાલાઇઝેશન માટે પસંદ કરવામાં આવતો પહેલો પ્રોજેકટમાંથી એક છે. 


અમને જણાવી દઈએ કે થિંકર ટેક્નોલોજીઓ ભારત નવી ફાર્માસ્યુટિકલ ફોર્મ્યુલેશન્સ અને વિભિન્ન પ્રકારના ડ્રગથી ભરેલા ફિલેમેન્ટ્સની શોધ માટે ફ્યુઝ્ડ ડિપોઝિશન મોડેલિંગ (FDM) 3D પ્રિન્ટરોના વિકાસમાં કામ કરે છે. થિંક્ર ટેક્નોલોજીઓ  દિગ્દર્શક હિતલકુમાર ઝામ્બાડે જણાવ્યું હતું કે, “અમને સમજાયું કે ચેપને રોકવા માટેના મહત્ત્વના સાધન તરીકે ફેસ માસ્કનો ઉપયોગ લગભગ યુનિવર્સલ બની ગયો છે. મોટાભાગના માસ્ક જે તે સમયે ઉપલબ્ધ હતા અને સામાન્ય લોકો માટે સુલભ હતાં પરંતુ તે  ઓછી ગુણવત્તાવાળા હતા. આ માટે હાલ હાઇ ક્વોલિટી માસ્કની જરૂરિયા છે. જે સંક્રમણ રોકવા માટે પ્રભાવી સાબિત થઇ શકે છે."
.