Pune Accident News: પુણે પોર્શ કાર અકસ્માત કેસમાં બોમ્બે હાઈકોર્ટે સગીર આરોપીને સુધાર ગૃહમાંથી મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. બોમ્બે હાઈકોર્ટે સગીર આરોપીને જામીન આપ્યા છે. પુણેમાં એક સગીરે નશાની હાલતમાં પોર્શ કાર ચલાવી રહ્યો હતો. જેના પરિણામે 19 મેના રોજ બે આઈટી પ્રોફેશનલ્સના મોત થયા હતા. આ કેસે સૌનું ધ્યાન ખેંચ્યું, ખાસ કરીને જ્યારે જુવેનાઈલ જસ્ટિસ બોર્ડના સભ્ય એલ. એન. દાનવડેએ સગીરને માર્ગ સલામતી પર 300 શબ્દોનો નિબંધ લખવા સહિતની કેટલીક હળવી શરતો સાથે જામીન આપ્યા હતા.

Continues below advertisement




કોર્ટે આ આદેશો આપ્યા છે


કોર્ટે સગીરને તેની માસીની સંભાળ અને કસ્ટડીમાંથી છોડી દેવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે એ પણ નિર્દેશ આપ્યો છે કે સગીરનું  મનોવિજ્ઞાની સાથે સત્ર ચાલુ રાખવું જોઈએ. સગીરને  ગૃહમાં ગેરકાયદેસર રીતે રાખવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ સાથે સગીરની કાકીએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. 


થોડા દિવસો પહેલા જસ્ટિસ ભારતી ડાંગરે અને મંજુષા દેશપાંડેએ કહ્યું હતું કે સગીરને જામીન આપ્યા બાદ તેને ઓબ્ઝર્વેશન હોમમાં મોકલવાથી જામીનનો હેતુ નષ્ટ થઈ જાય છે. કોર્ટે કહ્યું, "બે લોકોએ જીવ ગુમાવ્યા છે. આઘાત તો હતો જ, પરંતુ બાળક (કિશોર) પણ આઘાતમાં હતો."


કિશોરના માતા-પિતા અને હોસ્પિટલ સ્ટાફ ઉપરાંત પોલીસે થોડા દિવસ પહેલા બનેલી ઘટનાના સંબંધમાં કિશોરના દાદાની અટકાયત કરી છે. મંગળવારે પણ, આરોપી ડોક્ટરો અને કિશોરના પિતા વચ્ચે નાણાકીય વ્યવહારોમાં મદદ કરવા અને વચેટિયા તરીકે કામ કરવા બદલ વધુ બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી.


અકસ્માતના 15 કલાક બાદ સગીરને જામીન મળી ગયા હતા. જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ દ્વારા જામીન માટેની શરતો પર દેશભરમાં ચર્ચા થઈ હતી. સીગરને અકસ્માત પર 300-શબ્દોનો નિબંધ લખવાનું કહેવામાં આવ્યું હતું. કિશોરને 15 દિવસ સુધી ટ્રાફિક પોલીસ સાથે કામ કરવાનું કહેવામાં આવ્યું હતું. આ સિવાય તેને દારૂની લત દૂર કરવા માટે કાઉન્સેલિંગ લેવા માટે કહેવામાં આવ્યું હતું. જ્યારે દેશભરમાં આ નિર્ણય પર સવાલો ઉઠ્યા ત્યારે જુવેનાઈલ જસ્ટિસ બોર્ડે પોતાના આદેશમાં સુધારો કર્યો અને સગીરને ઓબ્ઝર્વેશન હોમમાં મોકલી દીધો.