પંજાબમાં ચૂંટણીની તારીખ આગળ વધારવામાં આવી છે. હવે 20 ફેબ્રુઆરીએ ચૂંટણી થશે. રવિદાસ જયંતિને ધ્યાનમાં રાખીને વિવિધ રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવેલી માંગને કેન્દ્રીય ચૂંટણી પંચે સ્વીકારી લીધી છે. નિર્ધારિત તારીખ મુજબ 10 માર્ચે મતગણતરી થશે.
નોંધનીય છે કે, ચૂંટણી કમિશનરે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં 7, મણિપુરમાં 2, પંજાબ-ઉત્તરાખંડ અને ગોવામાં 1-1 તબક્કામાં મતદાન થશે, તમામ રાજ્યોના પરિણામ 10 માર્ચે આવશે.
યુપી ચૂંટણી 2022 તારીખ: યુપીમાં 7 તબક્કામાં ચૂંટણી
પહેલો તબક્કો 10મી ફેબ્રુઆરી
પહેલો તબક્કો 14 ફેબ્રુઆરી
ત્રીજો તબક્કો 20 ફેબ્રુઆરી
ચોથો તબક્કો 23 ફેબ્રુઆરી
પાંચમો તબક્કો 27 ફેબ્રુઆરી
6ઠ્ઠો તબક્કો 3 માર્ચ
સાતમો તબક્કો 7 માર્ચ