કરણબે જણાવ્યું કે આરોપીએ તેને એક કાળા રંગનો ઘોડો બતાવ્યો અને તેની કિંમત 24 લાખ જણાવી હતી. બાદમાં આ ડીલ 17.50 લાખમાં નક્કી થઇ હતી. ઘોડો ખરીદ્યા બાદ પીડિત તેને લઇ ગયો હતો. કેટલાક દિવસો બાદ ઘોડા પર કરવામાં આવેલી ડાઇનો રંગ ઉતરવા લાગ્યો અને અનેક જગ્યાએથી તે સફેદ દેખાવા લાગ્યો. જ્યારે કરણબીરે તેની તપાસ કરી તો ખ્યાલ આવ્યો કે તે દગાનો શિકાર બન્યો છે અને તે પોતાના ફરિયાદ લઇને પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.
પીડિતાએ જણાવ્યું કે, તે મોંઘી જાતના ઘોડા ખરીદે છે અને આ માટે બરનાલા પહોંચ્યો હતો. આરોપી મેવા સિંહ અને તેના માતા પિતા સહિત કુલ આઠ લોકોએ બ્લેક રંગનો ઘોડો લઇને આવ્યા હતા અને તેને 17.50 લાખમાં ઘોડો વેચ્યો હતો. પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.