Punjab Congress Crisis Live: પંજાબના મુખ્યમંત્રી પદેથી કેપ્ટન અમરિંદરસિંહે આપ્યું રાજીનામું, કહ્યુ- મારુ અપમાન કરવામાં આવ્યું

સૂત્રોના મતે કોગ્રેસ હાઇકમાન્ડે મુખ્યમંત્રી અમરિંદર સિંહને મુખ્યમંત્રીનું પદ છોડવાનું કહ્યું છે. સૂત્રોએ કહ્યું કે આજે કોગ્રેસ ધારાસભ્યોની બેઠક બોલાવવા પર મુખ્યમંત્રી અમરિંદર નારાજ છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 18 Sep 2021 05:00 PM
અમરિંદર સિંહે નવજોત સિંહ સિદ્ધુને લઈને નિવેદન આપ્યું

પંજાબના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ અમરિંદર સિંહે નવજોત સિંહ સિદ્ધુને લઈને નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કૉંગ્રેસ પાર્ટી જેને મુખ્યમંત્રી બનાવવા હોય તેને બનાવે પરંતુ સિદ્ધુને ચહેરો બનાવશે તો તેનો વિરોધ કરીશ. આ સાથે જ તેણે પંજાબ કૉંગ્રેસ અધ્યક્ષ સિદ્ધુ પર નિશાન સાધતા તેને પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન અને જનરલ કમર જાવેદ બાજવાના મિત્ર ગણાવ્યા.

કૉંગ્રેસ ધારાસભ્યોની બેઠક પૂર્ણ


ચંદિગઢમાં કૉંગ્રેસ ધારાસભ્યોની બેઠક પૂર્ણ થઈ છે. નવા મુખ્યમંત્રીનો નિર્ણય સોનિયા ગાંધી પર છોડવામાં આવ્યો છે. પંજાબ કૉંગ્રેસના પ્રભારી હરીશ રાવતે આ વાતની જાણકારી આપી છે. તેમણે કહ્યું કે કૉંગ્રેસ ધારાસભ્ય દળની બેઠકમાં પ્રસ્તાવ પાસ થયો. બંને પ્રસ્તાવને સર્વસમ્મતિ સાથે પાસ કરવામાં આવ્યો છે. કેપ્ટન અમરિંદર સિંહે પંજાબમાં ખૂબ સારી રીતે સરકાર ચલાવી.

નવા મુખ્યમંત્રી તરીકે સુનીલ જાખડનું નામ સૌથી આગળ

કેપ્ટન અમરિંદર સિંહના રાજીનામા બાદ પંજાબના નવા મુખ્યમંત્રી તરીકે સુનીલ જાખડનું નામ સૌથી આગળ છે. સૂત્રોએ આ વાતની જાણકારી આપી છે. જાખડ પંજાબ કૉંગ્રેસના અધ્યક્ષ રહી ચૂક્યા છે. 2012થી 2017 સુધી પંજાબ વિધાનસભામાં નેતા વિપક્ષ રહ્યા હતા. લોકસભા પેટા ચૂંટણીમાં 2017માં ગુરદાસપુરથી સાંસદ બન્યા હતા. અબોહર વિધાનસભા બેઠક પરથી ત્રણ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. તેઓ પૂર્વ લોકસભા સ્પીકર બલરામ જાખડના દિકરા છે. તેમની ગણતરી પંજાબ કૉંગ્રેસના દિગ્ગજ નેતાઓમાં થાય છે.

'મારુ અપમાન કરવામાં આવ્યું'

મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે જેના પર વિશ્વાસ હોય તેને મુખ્યમંત્રી બનાવવામાં આવે. સરકાર ચલાવવાને લઇને મારા પર શંકા કરવામાં આવી. મારુ અપમાન કરવામાં આવ્યું. હું હજુ કોગ્રેસ પાર્ટીમાં જ છું. સવારે મે કોગ્રેસ અધ્યક્ષાને રાજીનામાની જાણકારી આપી હતી. હું તમામ વિકલ્પો પર વિચાર કરીશ. સમર્થકો સાથે વાત કરી આગળનો નિર્ણય લઇશ.

પંજાબના મુખ્યમંત્રીએ આપ્યું રાજીનામું

પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે રાજ્યપાલને મળીને રાજીનામું આપ્યું હતું. 40 ધારાસભ્યો વિરુદ્ધમાં જતા કેપ્ટને રાજીનામું આપ્યું છે. તે 20 ધારાસભ્યો અને પંજાબના મોટાભાગના સાંસદો સાથે રાજભવન પહોંચ્યા હતા. અમરિંદર સિંહ પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે.


 





ધારાસભ્યોએ કોગ્રેસ છોડવાની આપી હતી ધમકી



60 ધારાસભ્યોએ કોગ્રેસ છોડવાની ધમકી આપી હતી. તેઓએ અમરિંદર સિંહને હટાવવાની માંગ કરી હતી. આ ધારાસભ્યોએ આમ આદમી પાર્ટીમાં સામેલ થવાની ધમકી આપી હતી. સૂત્રોએ આ વાતની જાણકારી આપી છે. 




કૉંગ્રેસના ધારાસભ્યોની બેઠક મળશે

થોડીવારમાં પંજાબ કૉંગ્રેસના ધારાસભ્યોની બેઠક મળશે. રાજીનામું આપ્યા બાદ કેપ્ટન અમરિંદર સિંહ પત્રકાર પરિષદને સંબોધન કરશે.

કેપ્ટન અમરિંદરસિંહ

પંજાબના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવા રાજભવન પહોંચ્યા કેપ્ટન અમરિંદરસિંહ

પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ પ્રેસ કોન્ફરન્સ સંબોધિત કરશે



પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ કોગ્રેસ ધારાસભ્યોની બેઠક અગાઉ સાંજે સાડા ચાર વાગ્યે પ્રેસ કોન્ફરન્સ સંબોધિત કરશે. તેમના મીડિયા સલાહકારે આ જાણકારી આપી છે. 




સિંદ્ધુના સમર્થક ધારાસભ્યો કેપ્ટન અમરિંદર સિંહ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે છે

સિંદ્ધુના સમર્થક ધારાસભ્યો કેપ્ટન અમરિંદર સિંહ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની ચર્ચા છે. સૂત્રોના મતે નારાજ ધારાસભ્યો નવજોતસિંહ સિદ્ધુ અથવા સુનીલ જાખડનું નામ આગામી ધારાસભ્ય દળ નેતાના રૂપમાં આગળ કરી શકે છે.  પંજાબ કોગ્રેસના પ્રભારી હરીશ રાવત ધારાસભ્યોની બેઠકમાં સામેલ રહી શકે છે.

બ્રેકગ્રાઉન્ડ

 ચંડીગઢઃ પંજાબ કોગ્રેસમાં ફરી ઘમાસાણ શરૂ થઇ ગયું છે. મુખ્યમંત્રી અમરિંદર સિંહ વિરુદ્ધ 40 ધારાસભ્યોએ મોરચો ખોલ્યા બાદ પાર્ટીએ શનિવારે ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે. આ બેઠક સાંજે પાંચ વાગ્યે યોજાશે. જ્યારે કેપ્ટન અમરિંદર સિંહ પોતાના સમર્થક ધારાસભ્યો સાથે બપોરે બે વાગ્યે બેઠક યોજવા જઇ રહ્યા છે. સૂત્રોના મતે કોગ્રેસ હાઇકમાન્ડે મુખ્યમંત્રી અમરિંદર સિંહને મુખ્યમંત્રીનું પદ છોડવાનું કહ્યું છે. સૂત્રોએ કહ્યું કે આજે કોગ્રેસ ધારાસભ્યોની બેઠક બોલાવવા પર મુખ્યમંત્રી અમરિંદર નારાજ છે. કેપ્ટનથી નારાજ 40 ધારાસભ્યોએ હાઇકમાન્ડને પત્ર લખીને બેઠક બોલાવવાની માંગ કરી હતી

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.