ચંડીગઢઃ પંજાબમાં 2022માં થનારી વિધાનસભા ચૂંટણી પહેલાં મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ ખેડૂતો માટે એક મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે, રાજ્યમાં ખેડૂતોની 2 લાખ સુધીની લોન માફ કરવામાં આવશે. મુખ્યમંત્રીએ ચન્નીને કહ્યું કે લગભગ બે લાખ પરિવાર છે જેમના પર બે હજાર કરોડ રૂપિયા સરકાર ખર્ચ કરશે. જેનાથી પાંચ એકર સુધીની જમીન ધરાવતા ખેડૂતોના બે લાખ રૂપિયા સુધીનું દેવુ પુરી રીતે માફ થઇ જશે. ચન્ની સરકાર અનુસાર જમીન ગીરવે રાખનારી બેન્કોનું પણ બે લાખ સુધીનું દેવુ માફ થઇ જશે. પંજાબ સરકારે જનરલ કેટેગરી કમિશન બનાવી રહ્યું છે. જેને કેબિનેટની મંજૂરી મળી ગઇ છે.


રાજ્ય સરકાર અગાઉથી જ 5.63 લાખ ખેડૂતોનું 4610 કરોડ રૂપિયાનું દેવુ માફ કરી ચૂકી છે. તેમાંથી 1.34 લાખ નાના ખેડૂતોને 980 કરોડ રૂપિયાની રાહત મળી છે જ્યારે 4.29 લાખ સીમાંત ખેડૂતોને 3630 કરોડ રૂપિયાના દેવા માફીનો ફાયદો મળ્યો છે. સંયુક્ત કિસાન મોર્ચાની વધુ એક માંગણીને સ્વીકારતા ચન્નીએ પંજાબ પોલીસ દ્વારા તે ખેડૂતો સામે નોંધાયેલી એફઆઈઆર રદ કરવાની જાહેરાત કરી હતી. જેમણે રાજ્યમાં કૃષિ કાયદાના વિરોધમાં 31 ડિસેમ્બર સુધી વિરોધ પ્રદર્શન કર્યા હતા. મુખ્યમંત્રીએ પંજાબના ખેડૂતોના એક સમૂહ સાથે બેઠક કર્યા પછી પત્રકારો સાથે વાત કરતાં આ પ્રમાણેની જાહેરાત કરી છે.






મુખ્યમંત્રીએ જાહેરાત કરતાં કહ્યું છે કે, સરકાર પાંચ એકર જમીન પર એક નવું સ્મારક બનાવશે. જે ખાસ કરીને ખેડૂત આંદોલન અને તેમના બલિદાનને સમર્પિત હશે. કિસાન મજૂર સંઘર્ષ સમિતિએ રેલ રોકો આંદોલન શરૂ કર્યું છે. ભારતીય કિસાન યુનિયને જિલ્લા સચિવાલો બહાર ધરણા કર્યા હતા. જોકે, પંજાબના 32 ખેડૂત સંગઠનના સભ્યોએ ગુરુવારે મુખ્યમંત્રી ચન્ની સાથે મુલાકાત કરી હતી.