નવી દિલ્હી : પંજાબ કૉંગ્રેસમાં ચાલી રહેલો વિવાદ હવે શાંત થયો છે. હાઈકમાન્ડ તરફથી ટૂંક સમયમાં પંજાબને લઈને મોટો નિર્ણય કરવામાં આવશે અને નવજોત સિંહ સિદ્ધુને મોટી જવાબદારી આપવામાં આવી શકે છે. આગામી વર્ષે યોજાનારી પંજાબ વિધાનસભાની ચૂંટણીને જોતા કેબિનેટમાં બદલાવ કરી સત્તા વિરોધી લહેરને પણ ખતમ કરવાની કોશિશ કરવામાં આવશે.
આ પહેલા, મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહને પત્રકાર પરિષદ કરી હાઈકમાન્ડ તરફથી સ્થિતિને સ્પષ્ટ કરવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ તેમણે એવુ ન કર્યું. બીજી તરફ, મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે ગુરવારે પાર્ટીના ધારાસભ્યોની સાથે ચંદીગઢમાં લંચનું આયોજન કરી બેઠક બોલાવી હતી. આ બેઠક આશરે ચાર કલાક સુધી ચાલી હતી. આ બેઠક બાદ કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે પંજાબ અને શહેરી ક્ષેત્રોને સીનિયર કૉંગ્રેસ સહયોગિઓ સાથે સાકારાત્મક ચર્ચા રહી. અમે જમીની સ્તર પર પાર્ટીને મજબૂત કરવા માટે તેમના ફીડબેક લીધા હતા.
એક દિવસ પહેલા નવજોત સિંહ સિદ્ધુએ કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રયિંકા ગાંધી વાડ્રા સાથે લાંબી મુલાકાત કરી હતી. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકોમાં કૉંગ્રેસ હાઈકમાન્ડ તરફથી સિદ્ધુને પાર્ટી અથવા સંગઠનમાં સમ્માનજનક સ્થાન આપવાની સાથે મનાવવાના પ્રયાસ કરવામાં આવ્યો હતો. સૂત્રોનું કહેવું છે કે મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ સામે નવજોત સિંહ સિદ્ધુના આક્રમક વલણના કારણે કૉંગ્રેસ હાઈકમાન્ડ બંને નેતાઓ વચ્ચે સંતોષકારક સમાધાન થાય તેવા પ્રયાસો કરી રહ્યું છે.
હાલના દિવસોમાં નવજોત સિંહ સિદ્ધુ સતત એ વાત પર જોર આપી રહ્યા છે તેઓ મુખ્યમંત્રી સાથે કામ નહી કરે. થોડા સમયથી નવજોત સિંહ સિદ્ધુ અને પંજાબ કૉંગ્રેસના કેટલાક નેતાઓએ મુખ્યમંત્રી અમરિંદર સિંહની સામે પડ્યા છે. પંજાબ કૉંગ્રેસના વિવાદને શાંત કરવા માટે રાહુલ ગાંધીએ હાલમાં જ પાર્ટીના નેતાઓ સાથે મંથન કર્યું હતું.