Punjab Assembly Election 2022: ચૂંટણી નજીક આવી રહી છે, તેમ તેમ પંજાબમાં રાજકીય ગરમી વધી રહી છે, રાજનેતા વિરોધીઓ પર નિસાન તાકી રહ્યાં છે. આ વખતે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ પોતાની નવી પાર્ટી સાથે મેદાનમાં ઉતર્યા છે. તેમની પાર્ટી પંજાબ લોક કોગ્રેસે બીજેપી સાથે હાથ મિલાવ્યો છે.
આજે અમરિન્દર સિંહે પોતાની બેઠકની જાહેરાત કરતાં કહ્યું કે, તે પટિયાલા બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડશે. તેમને કહ્યું કે, 300 વર્ષ જુના પોતાના પરિવારનુ ઘર નહીં છોડુ, પોતાની સરકારની ઉપલબ્ધિઓ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારની ઉપલબ્ધિઓ પર જનતા પાસે મત માંગીશ.
અમરિન્દર સિંહ કહ્યું કે, ચૂંટણી બાદ કોંગ્રેસ કે આપ સાથે ગઠબંધનનો સવાલ નથી, અમે બીજેપી અને શિરોમણી અકાલી દળ (સંયુક્ત)ની સાથે ગઠબંધનમાં જીતશુ. જો ચૂંટણી પંચ પ્રતિબંધોમાં ઢીલ આપે છે તો હું 117 વિધાનસભામાં જઇને લોકો સાથે વાત કરીશ અને તેમના સુધી પોતાનો મેસેજ પહોંચડવાની કોશિશ કરીશ. અમરિન્દર સિંહે પંજાબ કોંગ્રેસ અને સિદ્ધૂ પર જબરદસ્ત વાકબાણ છોડ્યા અને પંજાબમાં પોતાની સરકારની ઉપલબ્ધિઓ ગણાવી હતી. કેપ્ટન અમરિન્દર સિંહ કોંગ્રેસ છોડીને હવે પોતાની નવી પાર્ટી બનાવીને આ વખતે પહેલી વખત ચૂંટણી લડી રહ્યાં છે.
આ પણ વાંચો..................
Covid-19 Omicron: શું એક જ વ્યક્તિને બે વખત સંક્રમિત કરી શકે છે ઓમિક્રોન ? જાણો વિગત
Sarkari Naukri: 56 વર્ષના છો તો શું થયું, તમે પણ આ મંત્રાલયમાં બની શકો છો અધિકારી
કોરોનાના કારણે ગુજરાતના આ બે યાત્રાધામ આ તારીખ સુધી રહેશે બંધ
Income Tax News: રોકડમાં ન કરો આ 5 કામ, નહીં તો થશે મોટું નુકસાન