Narinder Kaur, Youngest MLA of Punjab: પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આ વખતે આમ આદમી પાર્ટીએ જંગી જીત મેળવી છે. આપના ઉમેદવારોએ વિપક્ષી પાર્ટીઓને જોરદાર ટક્કર આપી હતી. ગઈકાલે પંજાબમાં ચૂંટાયેલા ધારાસભ્યોનો શપથગ્રહણ સમારોહ યોજાયો હતો. જેમાં ચૂંટાયેલા 117 ધારાસભ્યોએ શપથ લીધા હતા. આ શપથ ગ્રહણ સમારોહમાં એક મહિલા ધારાસભ્ય નરિંદર કૌર ભરાજ ચર્ચાનો વિષય બન્યાં હતાં. નરિંદર કૌર પંજાબની સૌથી નાની ઉંમરની મહિલા બન્યાં છે. 27 વર્ષની નરિંદરે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને કેબિનેટ મંત્રી રહેલા વિજય ઈંદર સિંગ્લાને 36 હજાર વોટની જંગી લીડ સાથે હરાવ્યા હતા. 


કુર્તો સલવાર અને લીલા દુપટ્ટામાં નરિંદરે શપથ લીધી અને શપથ લીધા બાદ પોતાના પરિવાર અને મિત્રો સાથે સેલ્ફી લીધી હતી. સંગરુર સીટ પરથી જીતેલાં નરિંદર શપથ ગ્રહણ સમારોહમાં પોતાના સમર્થકોથી ઘેરાયેલાં નજર આવ્યાં હતાં. નરિંદરે આત્મવિશ્વાસ સાથે સપથ લીધા હતા અને પછી ફોટા પડાવ્યા હતા. 


આમ આદમી પાર્ટી આટલી સીટો પર જીતીઃ
આ વખતે પંજાબમાં 117 સીટો પર ચૂંટણી થઈ જેમાં 92 સીટો પર આપની જીત થઈ હતી. પંજાબ ચૂંટણીમાં આ વખતે એક બીજી વાત પણ ખાસ નોંધવા જેવી હતી. જેમાં જીતેલા બધા ધારાસભ્યોમાં કુલ 11 ધારાસભ્યો એવા છે જેમની ઉંર 35 વર્ષથી ઓછી છે. જેમાંથી વધુ ચર્ચામાં નરિંદર કૌર ભારજા રહ્યાં હતાં જેમની ઉંમર 27 વર્ષની જ છે. નરિંદર કૌરે સંગરુર સીટ પરથી વિજય ઈંદર સિંગલા અને ભાજપના અરવિંદ ખન્નાને હરાવ્યા હતા. 


ખેડૂત પુત્રી નરિંદરઃ
માત્ર 27 વર્ષની ઉંમરમાં ધારાસભ્ય બનનાર નરિંદર કૌર ખેડૂત પુત્રી છે. તેમણે કોંગ્રેસ સરકારના કેબિનટ મંત્રી રહી ચુકેલા ઈંદર સિંગલાને 36000 વોટોથી લીડથી હાર આપી છે. નરિંદરે વર્ષ 2014માં જ રાજકારણ ક્ષેત્રમાં આવ્યાં હતાં. આ વખતની ચૂંટણીમાં પંજાબની જનતાએ આમ આદમી પાર્ટીને બહુમત આપ્યા છે.