CBIએ પંજાબ પોલીસના રોપર રેન્જના ડીઆઈજી હરચરણ સિંહ ભુલ્લર અને એક ખાનગી વ્યક્તિની ₹8 લાખના લાંચ કેસમાં ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલ અધિકારી 2009 બેચના આઈપીએસ અધિકારી છે અને હાલમાં રોપર રેન્જના ડીઆઈજી તરીકે ફરજ બજાવતા હતા. CID એ ડીઆઈજીના ઘર અને પરિસરમાં દરોડા દરમિયાન ઘણી લક્ઝરી વસ્તુઓ જપ્ત કરી હતી. હાલ તો પંજાબમાં ઉચ્ચ અધિકારી દ્વારા લાંચના કેસને લઈ સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો છે. 

Continues below advertisement

CBI ના જણાવ્યા અનુસાર, ડીઆઈજી પર એક ઉદ્યોગપતિ પાસેથી એફઆઈઆરનો નિકાલ કરવા અને વધુ કોઈ પોલીસ કાર્યવાહી ન કરવાના બદલામાં ₹8 લાખની લાંચ માંગવાનો આરોપ છે. આ સિવાય તે દર મહિને ગેરકાયદેસર  પૈસાની માંગણી કરી રહ્યો હતો. 

CBIએ ડીઆઈજીને રંગે હાથે પકડવા માટે છટકું ગોઠવ્યું

Continues below advertisement

ફરિયાદ મળ્યા બાદ સીબીઆઈએ 16 ઓક્ટોબરના રોજ કેસ નોંધ્યો હતો અને ચંદીગઢના સેક્ટર 21માં છટકું ગોઠવ્યું હતું અને આરોપીના વચેટિયાને ₹8 લાખ સ્વીકારતા રંગે હાથે પકડ્યો હતો. સીબીઆઈએ જણાવ્યું હતું કે છટકું ગોઠવ્યું તે દરમિયાન, ફરિયાદીએ ડીઆઈજીને નિયંત્રિત ફોન કર્યો હતો, જેમાં અધિકારીએ પૈસા સ્વીકાર્યા હોવાનું સ્વીકાર્યું હતું અને વચેટિયા અને ફરિયાદીને તેની ઓફિસમાં બોલાવ્યા હતા. આ પછી CBI ટીમે DIG ની તેમની ઓફિસમાંથી ધરપકડ કરી હતી.

આ દરોડા દરમિયાન  CBI એ DIG ના ઘર અને પરિસરમાંથી મોટી માત્રામાં રોકડ અને કિંમતી વસ્તુઓ જપ્ત કરી હતી.   જેમાં આશરે ₹5 કરોડ (ગણતરી હજુ પણ ચાલુ છે), 1.5 કિલો સોનું અને દાગીના, પંજાબમાં મિલકતો સંબંધિત ઘણા દસ્તાવેજો, મર્સિડીઝ અને ઓડી કારની ચાવીઓ અને 22 મોંઘી ઘડિયાળોનો સમાવેશ થાય છે.          

વિદેશી દારૂની બોટલો અને બંદૂકો પણ જપ્ત કરવામાં આવી

આ ઉપરાંત, ઘર  અને પરિસરમાંથી લોકરની ચાવીઓ, 40 લિટર વિદેશી દારૂની બોટલો, એક ડબલ-બેરલ બંદૂક, એક પિસ્તોલ, એક રિવોલ્વર અને એક એરગન જપ્ત કરવામાં આવી છે. CBI એ વચેટિયા પાસેથી ₹2.1 મિલિયન રોકડ પણ જપ્ત કરી છે. બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેઓ 17 ઓક્ટોબરે કોર્ટમાં હાજર થશે. CBI એ જણાવ્યું છે કે વધુ તપાસ ચાલુ છે.