ચંદીગઢઃ પંજાબ સરકારે આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા પેટ્રોલ-ડીઝલના ભાવમાં જોરદાર ઘટાડો કર્યો છે. પંજાબમાં પેટ્રોલના ભાવમાં લિટરે 10 રૂપિયા અને ડીઝલમાં 5 રૂપિયાનો ઘટાડો કર્યો છે. આ અંગે મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ કહ્યું કે, છેલ્લા 70 વર્ષમાં આવું પહેલા કર્યારેય થયુ નથી. પંજાબમાં હવે પેટ્રોલ સસ્તું થઈ ગયું છે. દિલ્હીની તુલનામાં પંજાબમાં પેટ્રોલ 9 રૂપિયા સસ્તું છે.


કેન્દ્રની મોદી સરકાર દ્વારા પેટ્રોલ-ડિઝલ પર 5 અને 10 રૂપિયા એક્સાઇઝ ડ્યૂટી ઓછી કર્યાં બાદ કેટલાક રાજ્યોમાં સરકારોએ વેટની દર ઘટાડી હતી. જેનાથી લોકોને ઘણી રાહત મળી છે. જો કે તેમ છતાં પણ હજું પણ કેટલાક રાજ્યોના શહેરો એવા છે. જ્યાં પેટ્રોલ પ્રતિ લિટર 100 રૂપિયાથી વધુ કિંમતે વેચાઇ રહ્યું છે. તો ડિઝલના ભાવ પણ પ્રતિલિટર 100 રૂપિયાની આસપાસ છે. આવો જાણીએ દેશના ક્યાં શહેરમાં પેટ્રોલ ડિઝલ સૌથી મોંઘુ છે.


રાજસ્થાનનું શ્રીગંગાનગર શહેર ભૂતકાળમાં પેટ્રોલના ભાવને લઈને ચર્ચામાં રહ્યું છે. આવી સ્થિતિમાં, શ્રી ગંગાનગરમાં પેટ્રોલ હજી મોંઘું થાય તે સ્વાભાવિક છે, પરંતુ આખા દેશમાં સૌથી મોંઘું છે, તો જવાબ 'હા' છે. ખરેખર, શ્રી ગંગાનગરમાં પેટ્રોલ સૌથી મોંઘા ભાવે વેચાઈ રહ્યું છે, અહીં લોકોને એક લિટર પેટ્રોલ માટે 116.00 રૂપિયા ચૂકવવા પડે છે. શ્રીગંગાનગર બાદ એ જ રાજ્યના જ અન્ય શહેર હનુમાનગઢમાં 115.21 પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે. એ જ રીતે, સૌથી મોંઘું ડીઝલ પણ શ્રી ગંગાનગરમાં 100.21 રૂપિયા પ્રતિ લીટર જ્યારે હનુમાનગઢમાં 99.49 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.


શ્રીગંગાનગરમાં પેટ્રોલ અને ડીઝલ વધુ મોંઘું થવાનું કારણ તેનું અંતર અને  અને ટ્રાન્સપોર્ટેશને માનવામાં આવી રહ્યું છે.  આ સાથે રાજસ્થાન હવે સમગ્ર ભારતમાં સૌથી મોંઘુ પેટ્રોલ-ડીઝલ વેચતું રાજ્ય બની ગયું છે. રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એ અપીલનો હજુ અમલ કર્યો નથી, જેમાં તેમણે રાજ્ય સરકારોને વેટ ઘટાડવાની અપીલ કરી હતી. સીએમ ગેહલોતે કહ્યું છે કે, કેન્દ્ર સરકારે એક્સાઈઝ ડ્યુટી ઘટાડી તે પહેલા જ રાજ્યના વેટમાં ઘટાડો થયો છે. જો કેન્દ્ર સરકાર વધુ એક્સાઈઝ ડ્યુટી ઘટાડશે તો રાજ્યોનો વેટ પણ આપોઆપ ઘટશે.
રાજસ્થાનમાં પેટ્રોલ-ડિઝલ પર આ છે વેટ અને સેસ વસૂલી


રાજસ્થાનમાં એક્સાઇઝ ડ્યૂટી અને તેમાં વેટમાં કમી આવ્યાં બાદ ડિઝલ પર 12.69 રૂપિયા પ્રતિ લિટર ઓછા થયા છે. જ્યારે પેટ્રોલ પર 6.40 રૂપિયા પ્રતિ લિટર ભાવ ઓછા થયા છે.રાજસ્થાન સરકાર ડિઝલ પર  26 ટકા અને 1.75 રૂપિયા સેસ વસુલી રહી છે. જ્યારે ડિઝલ પર 36 ટકા વેટ અને 1.50 રૂપિયા પ્રતિ લિટર સેસ વસૂલી રહી છે.


. સરકારે પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યૂટીમાં 5 રૂપિયા અને ડીઝલ પર 10 રૂપિયાનો ઘટાડો કર્યો છે. ત્યારબાદ અમદાવાદમાં પેટ્રોલ પ્રતિ લિટર 95.13 થયો છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં જ પેટ્રોલની કિંમત 110 રૂપિયાની નજીક પહોંચી ગઈ છે. જ્યારે ડીઝલ પણ 99 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.