નવી દિલ્લી: પાકિસ્તાની મોડેલ-અભિનેત્રી અને સોશિયલ મીડિયા સેલિબ્રિટી કંદિલ બલોચ ઓનર કિલિંગનો ભોગ બની હતી. પાકિસ્તાનમાં કંદિલના ભાઈએ જ તેની ગળુ દબાવીને હત્યા કરી દીધી હતી. કંદિલના થોડા સમય પહેલાના ટ્વિટ જોતા સ્પષ્ટ થાય છે કે તેના જીવનમાં કંઈ બરાબર નહોતું. કંદિલ, જેના બોલ્ડ વીડિયો ફેસબુક પર ખુબ ફેમસ થયા હતા, તેણે થોડા દિવસ પહેલા ડિપ્રેસિંગ ટ્વિટ કર્યા હતા. એક ટ્વિટમાં તેણે એકબીજાની મદદમાં ઉભા થવાની વાત કરી હતી. 26 માર્ચના એક ટ્વિટમાં કંદિલે પીએમ મોદીને વિનંતી કરી હતી કે તેને ભારતનું નાગરિકત્વ આપવામાં આવે કેમકે તે પાકિસ્તાનથી નિરાશ છે.
પોલીસના જણાવ્યા મુજબ કંદિલના ભાઈએ તેને મારી નાખતા પહેલા ફરેસબુક પોસ્ટ અને વીડિયો અંગે તેને ધમકાવતો હતો. કંદિલની હત્યા બાદ તેનો ભાઈ ફરાર છે.