નવી દિલ્હીઃ નિઝામુદ્દીન પશ્ચિમના તબલીગી જમાતના મરકજમાં સામેલ થયેલા લોકોને કોરોના વાયરસથી સંક્રમિત હોવાના રિપોર્ટ મળ્યા હતા, બાદમાં આ લોકોને પકડીને ક્વૉરન્ટાઇન કરી દેવામાં આવ્યા હતા. જોકે હવે સમાચાર છે કે આ લોકોએ મેડિકલ સ્ટાર સાથે ગેરવર્તણૂંક કરી છે.

ક્વૉરન્ટાઇન કરેલા આ તબલીગી જમાતના લોકોને રેલવેએ દિલ્હીના તુગલકાબાદ ક્વૉરન્ટાઇન સ્ટેશન પર રાખ્યા હતા. હવે રેલવે પ્રવક્તાએ જણાવ્યુ કે આ લોકોએ મેડિકલ સ્ટાફ સાથે ગેરવર્તણૂંક કરી છે.



અહીં તબલીગી જમાતના 167 લોકો ક્વૉરન્ટાઇન છે, આ લોકો પર મેડિકલ અધિકારીઓ સહયોગ ના આપવાનો આરોપ છે, આ લોકોએ બુધવારે મેડિકલ સ્ટાફ સાથે ગાળાગાળી કરી હતી, અને તેમને મોં પર થૂંક્યા પણ હતા.



ઉલ્લેખનીય છે કે આ લોકો દિલ્હીના નિઝામુદ્દીન પશ્ચિમમાં થયેલા તબલીગી જમાતના મરકમમાં સામેલ થયા હતા. આ કોરોનો વાયરસથી સંક્રમિત હોવાના સમાચાર મળતા બધાને ક્વૉરન્ટાઇન કરવામાં આવ્યા છે.