નવી દિલ્હીઃ દેશમાં કોરોના રસી લગાવ્યા બાદ તબિયત ખરાબ થાની અનેક ઘટનાઓ સામે આવી છે. તેની સાથે જ રસીકરણ બાદ કેટલાક લોકોના મોતના દાવા કરવામાં આવ્યા હતા. જ્યારે સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળારે એવા રિપોર્ટને ફગાવી દીધા છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે 16 જાન્યુઆરીથી 7 જૂન સુધી 488 લોકોના મોત કોરોના સંબંધિ સમસ્યાને કારણે થયા હા. આ લોકોનું પહેલા રસીકરણ થઈ ગયું હતું. પરંતુ ગઈકાલે સરકારની એક પેનલના રિપોર્ટમાં રસીકરણથી એક મોતની પુષ્ટિ કરવામાં આવી છે.


 મંત્રાલયે કહ્યું કે, લગભગ 23.5 કરોડ રસીના ડોઝ લગાવવામાં આવ્યા છે તેમાં મોતનો આંકડો 0.0002 ટકા છે. આ એક નક્કી જનસંખ્યામાં થનાર મોતના આંકડાની અંદર જ છે. મંત્રાલય અનુસાર કોઈપણ જનસંખ્યામાં એક નક્કી સંખ્યામાં એક નક્કી મૃત્યુદર હોય છે. રસી લેનારમાં મોતનો આંકડો 0.0002 ટકા છે અને આ આંકડો એક સામાન્ય છે અને કોઈપણ જનસંખ્યામાં થનાર મોતની અંદર જ છે.


કોરોનાથી થનાર  મોતની તુલનામાં રસીકરણથી મૃત્યુદરનું જોખમ ઘણું ઓછું


કોવિડ-19 મૃત્યુદરના આંકડા એક ટકાથી વધારે છે અને રસીકરણથી થનારા મોતને રોકી શકાય છે. મંત્રાલયે એ પણ કહ્યું કે, કોરોનાથી થનાર મોતની તુલનામાં રસીકરણથી મૃત્યુ થવાનું જોખમ ઘણું ઓછું છે.


કમિટીએ રસી લીધા બાદ માત્ર એક મોતની પુષ્ટિ કરી


નોંધનીય છે કે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બનાવવામાં આવેલ કમિટી નેશનલ એડવર્સ ઈવેન્ટ્સ ફોલવિંગ ઈમ્યૂનાઈઝેશને હાલમાં જ કહ્યું કે, કોરોનાની રસી લીધા બાદ દેશમાં અત્યાર સુધી માત્ર એક મોત થયું છે. કમિટીએ રસીકરણ બ દ એનફ્લેક્સિસ (જીવલેણ એલર્જી)ને કારણે મૃત્યુના પ્રથમ કેસની પુષ્ટિ કરી છે.


કોવિડ-19ની રસી લીધા બાદ પ્રતિકૂળ પ્રભાવો (એઈએફઆઈ)થી મોતના 31 ગંભીર કેસનું કમિટીએ મૂલ્યાંકન કર્યું. કમિટીના રિપોર્ટ અનુસાર 68 વર્ષની એક વ્યક્તિએ 8 માર્ચ, 2021ના રોજ રસી લીધી હતી, ત્યાર બાદ ગંભીર એલર્જી થવાથી તેનું મોત થયું હતું.