નવી દિલ્હીઃ 16મી લોકસભાના અંતિમ સત્રમાં ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવે મોદી ફરીથી વડાપ્રધાન બને તેવા આપેલા નિવેદનની ચારેબાજુ ચર્ચા થઈ રહી છે. મુલાયમના નિવેદન બદલ લખનઉમાં ભાજપ સમર્થકોએ ધન્યવાદના બેનર લગાવ્યા છે, જ્યારે બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીએ પણ તેમની પ્રતિક્રિયા આપી છે.


રાબડી દેવીએ શું કહ્યું

રાબડી દેવીએ કહ્યું કે, તેમની ઉંમર થઈ ગઈ છે. યાદ રહેતું નથી કે તેઓ ક્યારે શું બોલશે. તેમના શબ્દોનું કોઈ મહત્વ નથી.

મુલાયમ યાદવે શું કહ્યું હતું

લોકસભામાં બુધવારે મુલાયમ સિંહ યાદવે કહ્યું કે, હું પીએમને અભિનંદન આપવા માંગુ છું. પીએમે બધાને સાથે લઈને ચાલવાની કોશિશ કરી છે. હું કહેવા માંગુ છું કે તમામ સભ્યો ફરીથી જીતીને આવો અને તમે(નરેન્દ્ર મોદી) ફરીથી વડાપ્રધાન બનો.