નવી દિલ્હીઃ મોદી સરકાર અને વિપક્ષમાં રાફેલ વિમાન ડીલને લઈને તમામ આરોપ-પ્રત્યારોપની વચ્ચે ફ્રાન્સ વાયુસેનાના ત્રણ રાફેલ ફાઈટર પ્લેન ભારત પહોંચી ગયા છે. બેંગલુરુમાં એરો ઇન્ડિયા શોમાં ભાગ લેવા માટે ત્રણેય રાફેલ ફાઈટર જેટ વિમાન ભારતમાં લેન્ડ થયા છે. જોકે તેમાંથી બે જ ઉડાન ભરશે જ્યારે ત્રીજનું વિમાન ડિસ્પ્લે માટે હશે.



એયરો ઇન્ડિયા શો 20 થી 24 ફેબ્રુઆરી સુધી બેંગલુરુમાં યોજાવાનો છે. જેમાં કુલ 57 એરક્રાફ્ટ ભાગ લેશે. આ માટે ફ્રાન્સની વાયુ સેનાએ પોતાના ત્રણ રાફેલ લડાકુ વિમાન ભારત મોકલ્યા છે. એયરો ઇન્ડિયા શો દરમિયાન ભારતીય વાયુ સેનાના ઘણા અધિકારીઓ આ લડાકુ વિમાનો ઉડાડશે. વાયુ સેનાના ડિપ્ટી ચીફ એર માર્શલ વિવેક ચૌધરી પણ રાફેલ રાઇટર જેટ ઉડાવશે.  જુઓ વીડિયો......