રાહુલે ટ્વિટ કર્યું કે, "જ્યારે તમે ખોટું બોલો છો તો તેને છુપાવવા માટે તમારે અનેક ખોટું બોલવાથી બચવું જોઈએ. વડાપ્રધાનના રાફેલના જૂઠાણાંને સાચા સાબિત કરવા માટે રક્ષા મંત્રી સંસદમાં ખોટું બોલ્યાં. રક્ષામંત્રી આવતીકાલે સંસદમાં દસ્તાવેજો રજૂ કરે નહીં તો રાજીનામું આપે"
નોંધનીય છે કે, ગત શુક્રવારે રાફેલ મામલે કૉંગ્રેસ અને રાહુલ ગાંધીના આરોપને ખોટા ગણાવાતા રક્ષામંત્રીએ ક્યું હતું કે રાફેલ વિમાન રક્ષા જરૂરિયાત સાથે જોડાયેલ છે. સીતારમણે કહ્યું કે વર્તમાન સરકાર વધુ સારી શરતોના આધાર પર સમય સાથે ઉડાન ભરવાની સ્થિતિવાળા 18 વિમાનોની તુલનામાં 36 વિમાન ખરીદવાની ડિલ 9 ટકા ઓછી કિંમત પર કર્યો.