નવી દિલ્હીઃ રાફેલ મુદ્દા પર કોગ્રેસના નિશાન પર રહેલી ભાજપ હવે આ મુદ્દે કોગ્રેસ પર વળતો પ્રહાર કરવાની યોજના બનાવી રહી છે. મુખ્યમંત્રીઓ અને કેન્દ્રિય મંત્રીઓ સહિત પોતાના તમામ મુખ્ય નેતાઓને સોમવારે દેશના 70 શહેરોમાં કોગ્રેસ પર નિશાન સાધવા પ્રેસ કોન્ફરન્સ યોજવાનું કહ્યું છે.


પાર્ટીના મીડિયા પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ અનિલ બલૂનીએ કહ્યું કે, રાફેલ ડીલ પર સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ રીતે સચ્ચાઇ વ્યક્ત કર્યા બાદ ભાજપ કેન્દ્ર સરકાર વિરુદ્ધ કોગ્રેસના કાવતરા અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે છેડછાડના પ્રયાસોનો પર્દાફાશ કરશે. તેમણે કહ્યું કે, આ નિર્ણય ફાઇટર જેટને લઇને સરકાર વિરુદ્ધ આરોપ લગી રહેલા લોકોના જૂઠ પર લગામ લગાવશે. સૂત્રોના મતે ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ યોગી આદિત્યનાથ, દેવેન્દ્ર ફડણવીસ, વિજય રૂપાણી, સર્વાનંદ સોનોવાલ ક્રમશ ગુવાહાટી, અમદાવાદ, જયપુર અને અગરતલામાં મીડિયાને સંબોધિત કરશે.

કેન્દ્રિયમંત્રી નિર્મલા સીતારમણ, રવિશંકર પ્રસાદ, પ્રકાશ જાવડેકર, જેપી નડ્ડા, સ્મૃતિ ઇરાની , સુરેશ પ્રભુ, મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને પાર્ટી સંગઠનના નેતા સોમવારે વિવિધ સ્થળો પર મીડિયાને સંબોધિત કરશે.