નવી દિલ્હી: રાફેલ પર સરકારે સુપ્રીમ કોર્ટને સીલબંધ કવરમાં કિંમત અને રાફેલ સોદાની પ્રક્રિયાની માહિતીનો રિપોર્ટ સોંપ્યા બાદ કોર્ટે આ મામલે મહત્વની સુનાવણી કરી હતી. કોર્ટે તપાસની માંગ પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. કેસની સુનાવણી દરમિયાન કોર્ટે અરજી કરનાર પક્ષના સીનિયર વકીલ પ્રશાંત ભૂષણ અને અરુણ શૌરીની દલીલો સાંભળી હતી. ત્યારપછી કોર્ટે સરકારનો પક્ષ સાંભળવાની જગ્યાએ એરફોર્સ અધિકારી સાથે સવાલ-જવાબ કર્યાં હતા.



સરકારે કોર્ટના આદેશ પર માહિતીનો એક સેટ કોર્ટને અને એક સેટ અરજીકર્તાઓને સોંપ્યો હતો. અરજીકર્તાઓએ ફ્રાન્સ અને ભારત સરકાર વચ્ચે 36 રાફેલ વિમાન કરાર પર સવાલ ઉઠાવ્યા છે. સુનાવણી દરમિયાન અરજીકર્તાએ રાફેલ સોદાને રદ્દ કરવાની માંગ કરી હતી. જ્યારે વધુ એક અરજીકર્તા અને વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે સરકાર પર જાણકારી છુપાવવાનો આરોપ લગાવ્યો. પ્રંશાંત ભૂષણે કિંમતનો મુદ્દો ઉઠાવ્યો. કહ્યું કે ગુપ્તતાનો હવાલો આપી અમને અત્યાર સુધી કિંમત જણાવવામાં આવી નથી. જ્યારે બે વાર સંસદમાં કિંમત જણાવી ત્યારે દેશની સુરક્ષાને ખતરો નોહતો?



સરકાર તરફથી એટોર્ની જનરલે કોર્ટમાં દલીલ આપી કે આ મામલો વિશેષજ્ઞોનો છે. તેથી કોર્ટ તેને રિવ્યૂ નથી કરી શકતી. મીડિયા રિપોર્ટના આધાર પર અરજી કરવામાં આવી છે. એટોર્ની જનરલની દલીલ પર સીજેઆઈએ કહ્યું કે કિંમત પર ચર્ચા ત્યારે જ થશે જ્યારે અમે તેની પરવાનગી આપીશું. જો કે એટોર્ની જનરલ નો કહેવાનું હતું કે કોર્ટમાં કિંમત પર વધારે ચર્ચા નથી ઇચ્છતા. તેનાથી મહત્વની ગુપ્ત જાણકારી અન્ય દેશોને ખબર પડી શકે છે.



ઉલ્લેનખીય છે કે આ મામલાની સુનાવણી સીજેઆઈની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની બેન્ચ કરી રહી છે. અને હાલમાં રાફેલ મામલે તપાસની માંગ પર કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે.